તંત્રમાં દોડધામ:225 રેસિડન્ટ ડોક્ટરો અચાનક હડતાલ પર ઉતરી જતાં હડકંપ, ડીનને આવેદન આપ્યું

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં બોન્ડેડ તથા રેસીડેન્ટ તબીબી વિદ્યાર્થીઓના પ્રશ્નો ન ઉકેલાતા વિરોધ પ્રદર્શન

જામનગરની જી.જી. હોસ્પિટલમાં પીજીની ડિગ્રી ધરાવતા બોન્ડેડ વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓ અને સરકારી પરિપત્રમાં સુધારાની માંગ સાથે મંગળવારે જુનિયર ડોકટર એસોસીએશન દ્વારા મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે બાદ અચાનક જ સાંજે તેઓ હડતાલ પર ઉતરી જતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

જામનગર મેડીકલ કોલેજના પટાંગણમાં તાજેતરમાં જ ઉર્તિણ થયેલા પીજી મેડીકલના ડીગ્રી અને ડીપ્લોમાં વિદ્યાર્થીઓએ પોતાની ફરજ ઉપરથી અળગા રહી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જુનિયર ડોકટર એસોસિએશન જામનગરના નેજા હેઠળ આ વિદ્યાર્થી ડોકટરોએ ડીનને આવેદનપત્ર આપતા પોતાની વિવિધ ચાર માંગણીઓ રજૂ કરી હતી.

જેમાં બોન્ડેડ સર્વિસનો સમયગાળો 1:2 મુજબ આપવામાં આવે તેમજ બીજા તબીબ અધિકારીઓની માફક જ સાતમા પગાર પંચ મુજબ વેતન આપવામાં આવે અને પ્રથમ વર્ષ રેસીડેન્ટ ડોકટર ન હોવાને લીધે વહિવટી તંત્ર દ્વારા શૈક્ષણિક લાયકાત મુજબ નિમણુંક આપવામાં આવે તેમજ અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં પણ અમલવારી કરવામાં આવે તેવી માંગણી જુનિયર ડોકટર એસોસિએશન દ્વારા આપવામાં આવી છે. જે બાદ સાંજના સમયે ક્લાસ-વન બોન્ડેડ ડોક્ટરો અને રેસીડેન્ટ ડોક્ટરો લગભગ 200થી 225 જેટલા હડતાલ પર ઉતરી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને હોસ્પિટલ તંત્ર પણ તબીબી સેવાને અસર ન થાય તે માટે કામગીરી માટે લાગી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...