શોભાયાત્રાનું આયોજન:જામનગરમાં રવિવારે જલારામ બાપાની 223મી જન્મજયંતિ અંતર્ગત શોભાયાત્રા નિકળશે, શહેરીજનોને યાત્રામાં જોડાવા નિમંત્રણ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં જલારામ જયંતિ મહોત્સવ સમિત દ્વારા છેલ્લા 24 વર્ષથી વિવિધ કાર્યક્રમો સાથે જલારામ જયંતિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આ મહોત્સવની ઉજવણના ભાગરૂપે તા. 30/10/2022 ને રવિવારના રોજ જલારામ મંદિર સાધના કોલોની મુકામેથી જલારામ મંદિર હાપા સુધીની વિશાળ શોભાયાત્રા આયોજીત કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા સવારે 10.00 કલાકે સાધના કોલોની જલારામ મંદિરથી બાપાના જયઘોષ સાથે પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઇ બપોરે 12.30 કલાકે હાપા જલારામ મંદિરે પૂર્ણ થશે જયાં સર્વે જલારામ ભકતો માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

જલારામ બાપાના આ જન્મોત્સવને ધમાકેદાર રીતે ઉજવવા છોટીકાશી એવા જામનગરના સર્વ જ્ઞાતિના સર્વે જલારામ ભકતોને આ શોભાયાત્રામાં ટુ વ્હીલર અને ધોર વ્હીલર વાહનો સાથે જોડાવવા શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્ય જીતુલાલ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...