તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમાં ક્યાંથી ભણે ગુજરાત:જામનગર જિલ્લામાં સરકારી શાળાના 22,192 વિદ્યાર્થીઓ 28 દિવસથી પાઠ્ય પુસ્તક વિહોણાં

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 7 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ છતાં પુસ્તકો ન મળતાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી
  • જિલ્લાના 6 માંથી જોડિયા, જામજોધપુર અને ધ્રોલ તાલુકામાં પુસ્તકોની ફાળવણી ન કરાતા અનેક સવાલ

જામનગર જિલ્લાની સરકારી શાળાઓમાં 7 જૂનથી ઓનલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ થઇ ગયું છે. પરંતુ શિક્ષણ કાર્ય શરૂ થયાના 28 દિવસ બાદ પણ જામનગર જિલ્લાના સરકારી શાળાના ધો.1 થી 8 ના 22192 છાત્રોને પાઠય પુસ્તક ન મળતાં અનેક સવાલ ઉઠયા છે. જિલ્લાના 6 માંથી ફકત જોડિયા, જામજોઘપુર અને ધ્રોલ તાલુકામાં પુસ્તકોની ફાળવણી ન થતાં છાત્રોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. કોરોનાનો કહેર ઘટતા સરકારી શાળાઓમાં 7 જૂનથી ઓનલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે.

પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, શિક્ષણ કાર્ય શરૂ થયાને 28 દિવસ થવા છતાં જામજોઘપુર તાલુકાની 118 સરકારી શાળાના 10951, જોડિયા તાલુકાની 48 સરકારી શાળાના 5076 અને ધ્રોલ તાલુકાની 70 સરકારી શાળાના 6165 વિધાર્થીઓ પાઠય પુસ્તક વિહોણાં છે. નવાઇની વાત એ છે કે, જિલ્લાના જામનગર, કાલાવડ અને લાલપુર તાલુકાની સરકારી શાળાના છાત્રોને પાઠય પુસ્તકો મળી ગયા છે.

પાઠય પુસ્તક મંડળને રજૂઆત કરી છે
રાજયના પાઠય પુસ્તક મંડળ દ્વારા પુસ્તકોની ફાળવણી કરવામાં ન આવતા જામનગર જિલ્લાના જામજોઘપુર, જોડિયા અને ધ્રોલ તાલુકાની સરકારી શાળાઓના વિધાર્થીઓને પાઠય પુસ્તક મળ્યા નથી. આ બાબતે પાઠય પુસ્તક મંડળને રજૂઆત કરી છે. > બી.એન.દવે, જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

જામનગરની સરકારી શાળામાં ધો.4 માં ગુજરાતી, ધો.7-8 માં સામાજીક વિજ્ઞાનનું પુસ્તક હજુ આવ્યું નથી
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 45 સરકારી શાળાઓમાં ધો.4 માં ગુજરાતી અને ધો.7 અને 8 માં સામાજિક વિજ્ઞાનનું પુસ્તક હજુ વિધાર્થીઓને મળ્યું નથી. આથી ધો.4 ના 1368 અને ધો.7 અને 8 ના 2977 વિધાર્થીઓ અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પુસ્તક ફાળવણી માટે પાઠય પુસ્તક મંડળને રજૂઆત કરવામાં આવી હોવાનું શાસનાધિકારી સી.એમ.મહેતાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...