ભયનું લખલખું:જામનગર પંથકમાં ભૂકંપનો 2.2ની તીવ્રતાનો હળવો આંચકો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરથી 41 કિ.મી. દૂર મજોઠ પાસે કેન્દ્રબિંદુ
  • ધરતીમાં સળવળાટ યથાવત: જાન-માલનું કોઇ નુકસાન નહીં

જામનગરમાં ભારે વરસાદ બાદ ધરતીમાં સળવળાટથી ભૂકંપના આંચકાના સિલસિલાથી લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. આ સ્થિતિમાં જામનગર પંથકમાં મંગળવારે 2.2 તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ શહેરથી 41 કીમી દૂર ધ્રોલના મજોઠ ગામ પાસે નોંધાયું છે. હળવા આંચકાને કારણે જાન-માલનું કોઇ નુકસાન થયું નથી.

જામનગર જિલ્લામાં છેલ્લાઘણાં દિવસથી સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ સ્થિતિમાં મંગળવારે સવારે 10.32 કલાકે 2.2 ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતાં. ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ જામનગરથી 41 કીમી દૂર ધ્રોલ તાલુકાના મજોઠ ગામ પાસે નોંધાયું હતું. જો કે આંચકાની ઓછી તીવ્રતાના કારણે જાન-માલના નુક્સાનના અહેવાલો મળ્યા નથી. કોરોના મહામારી વચ્ચે જામનગર જિલ્લામાં છેલ્લા બે માસથી સમયાંતરે ભૂકંપના ઝાટકા અનુભવાતા લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. આમ છેલ્લા ઘણા સમયથી હાલારની ધરતી ધણધણી રહી છે.

અન્ય સમાચારો પણ છે...