રાજયના વિધાનસભા સત્રમાં કોંગી ધારાસભ્યના પ્રશ્નના ગૃહમંત્રીએ હાલારમાં એક વર્ષમાં 22 કીલો ચરસ અને ગાંજો ઝડપાયા હોવાનું જણાવ્યું હતું. માદક દ્રવ્યોના પ્રકરણમાં બંને જિલ્લામાંથી 75 શખસો ઝડપાયા હતાં. 7 ની ઘરપકડ બાકી હોવાનું ગૃહમંત્રીએ ઉમેર્યું હતું.
રાજયના ચાલુ વિધાનસભા સત્રમાં ખંભાળિયાના કોંગી ધારસભ્ય વિક્રમ માડમે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા તા.31/12/2020ની સ્થિતિએ પોલીસે કેટલો ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો અને કેટલા આરોપીની ઘરપકડ કરવામાં આવી તે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના પ્રત્યુતરમાં રાજયના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, તા.1/1/2020 થી 31/12/2020 સુધીમાં દ્રારકા જિલ્લામાંથી 9.861 કીલોગ્રામ ગાંજો, 6.732 કીલોગ્રામ ચરસ પકડાયા હતાં.
જયારે જામનગર જિલ્લામાંથી 5.510 કીલોગ્રામ ગાંજો, 26.85 મીલીગ્રામ મેફેડ્રોન પોલીસે પકડી પાડયા હતાં. જયારે આ સમયગાળામાં પોલીસે માદક દ્રવ્યોની હેરાફેરી સબબ દ્વારકા જિલ્લામાંથી 31 અને જામનગર જિલ્લામાંથી 44 શખસોની ઘરપકડ કરી હતી. જયારે દ્વારકા જિલ્લામાં 1 અને જામનગર જિલ્લામાં 6 શખસનો ધરપકડ બાકી હોવાનું ગૃહમંત્રીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.