અનોખો પ્રસાદ:જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં ગણપતિજીને 21,000 લાડુનો પ્રસાદ ધરવવામાં આવ્યો, 500 સ્વયંસેવકોએ લાડુ તૈયાર કર્યા

જામનગરએક મહિનો પહેલા
  • લાડુ બનાવવા માટે ભડકું, ઘી, તેલ, ગોળ, ડ્રાયફ્રુટ અને મીનરલ વોટરનો ઉપયોગ કરવામાં આવ્યો

જામનગર સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરના કૃષ્ણનગર શેરી નંબર 4માં જય અંબે મિત્ર મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જય અંબે મિત્ર મંડળ દ્વારા આ વર્ષે ભગવાન ગણેશજીને પ્રિય 21000 લાડુનો પ્રસાદ ધરવવામાં આવ્યો છે.આ વિસ્તારના 500 જેટલા સ્વયંસેવકો દ્વારા લાડુનો આ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. જે ગણેશજીની આરતી બાદ પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવશે.

જય અંબે મિત્ર મંડળ દ્વારા 15 વર્ષથી ગણેશોત્સવ ઉજવાય છે
જામનગરના કૃષ્ણનગર શેરી નંબર 4માં જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં આ પહેલા 501 કિલોનો મોદક, 11,111 લાડુ, 15551 લાડુનો પ્રસાદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે 21,000 લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યા છે.

500 સ્વયંસેવકોએ કલાકોની મહેનત બાદ હજારો લાડુ બનાવ્યા
કૃષ્ણનગર શેરી નંબર 4 આસપાસ રહેતા 500 જેટલા સ્વયંસેવકોએ ભગવાન ગણેશજી માટે 21,000 લાડુનો મહાપ્રસાદ તૈયાર કર્યો હતો. જેમાં 200 જેટલી મહિલાઓ, 250 જેટલા પુરુષો અને 50 બાળકો જોડાયા હતા.

લાડુ બનાવવા માટે આટલી વસ્તુનો ઉપયોગ
જય અંબે મિત્ર મંડળ દ્વારા 21,000 લાડુ બનાવવા માટે 500 કિલો ભડકું, 100 કિલો ઘી, 22 તેલના ડબ્બા, 200 કિલો ગોળ, 60 કિલો ડ્રાયફ્રુટ અને મીનરલ વોટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભક્તોને પ્રસાદરૂપે લાડુનું વિતરણ કરાય છે
જય અંબે મિત્ર મંડળ દ્વારા ગતરાત્રિએ લાડુનો મહાપ્રસાદ તૈયાર કરાયા બાદ આજે સવારથી ભગવાન ગણેશજી સમક્ષ ધરવવામાં આવ્યો હતો. બપોરે આરતી બાદ ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્ય

અન્ય સમાચારો પણ છે...