દારૂના વેપલા પર એલસીબીના દરોડા:જામનગર તાલુકાના દરેડ ગામમાંથી 210 લીટર દેશી દારૂ ઝડપાયો, ચાર શખ્સોની ધરપકડ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 4200ની કિંમતનો મુદ્દામાલ કબ્જે, એલસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી

જામનગર તાલુકાના દરેડ ગામમાંથી જામનગર એલસીબીએ દેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રો અનુસાર દરેડ ગામમાં બસ સ્ટેન્ડ સામે રહેતો હેમરાજ ઉર્ફે હેમંત દેવાભાઈ ગોહિલ પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂનું વેચાણ કરતો હોવાની એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી. જેમાં રેઈડ દરમિયાન રૂા. 4200ની કિંમતના 210 લીટર દેશી દારૂ સાથે હેમરાજ ઉર્ફે હેમંત દેવાભાઈ ગોહિલ, સાગર રતનદાસ કાપડી, ભરત ખીમજીભાઈ જાદવ તથા મનસુખ પીઠાભાઈ ચોપડા નામના ચાર શખ્સો ઝડપી લેવાયા હતા. પોલીસે દારૂની સપ્લાય કરનારા હીપો ચારણની શોધખોળ હાથ ધરી હતી.

આ કાર્યવાહી એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલ સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...