તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ માટે વિનાશ:જામનગરમાં ફ્લાયઓવર બનાવવા 207 વૃક્ષ કાપવા પડશે

જામનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જેટલાં વૃક્ષો કપાય તેની ડબલ સંખ્યામાં અન્ય જગ્યાએ વૃક્ષોના વાવેતરની કોન્ટ્રાકટર પાસે બાંહેધરી લેવામાં આવી
 • ઇન્દીરા માર્ગ પર જલારામ નગર કેનાલ પાસેનાં તોતિંગ વૃક્ષો કાપવાનું શરૂ કરવામાં આવ્યું: વૃક્ષારોપણ માટે કોન્ટ્રાકટર પાસેથી રૂ.10 લાખની ડીપોઝીટ લેવાશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા આખરે સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી ઇન્દીરાગાંધી માર્ગ પર ચાર માર્ગીય ફલાયઓવર નિર્માણની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો કે શહેરના વિકાસ માટે પ્રકૃત્તિની આહુતી આપવી પડશે. કારણ કે, શહેરના ઇન્દિરા માર્ગ પર ફલાયઓવરનાં નિર્માણમાં જરૂરી પહોળાઇ મેળવવા માટે રોડની બન્ને સાઇડનાં કુલ 207 વૃક્ષોનો ભોગ લેવાશે એટલે કે આ વૃક્ષો કાપવા પડશે. જે અંતર્ગત ઇન્દીરા માર્ગ પર જલારામ નગર કેનાલ પાસેનાં તોતિંગ વૃક્ષો કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

સ્વાભાવિક રીતે જ પ્રકૃત્તિ અને પર્યાવરણ પ્રેમીઓ નારાજ થશે. પરંતુ કંઇક મેળવવા આપણે કંઇક તો ગુમાવવું જ પડશે. ટેકનોલોજી આને સંશાધનોમાં મહાપાલિકા એટલી સક્ષમ નથી કે, આટલા વૃક્ષોને મૂળથી કાઢીને અન્ય જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ એટલે ફરજીયાત 207 વૃક્ષોને કાપવા પડશે.

બીજી બાજુ સારી બાબત એ છે કે, લાંબા સમયથી ટલ્લે ચઢેલો ફલાયઓવર પ્રોજેકટ આખરે નિર્માણના તબકકામાં જઇ રહ્યો છે. જયાં સુધી પર્યાવરણ અને વૃક્ષોનો પ્રશ્ન છે તો જેટલાં વૃક્ષો કપાશે તેના ડબલ એટલે કે 400થી વધુ વૃક્ષો કોન્ટ્રાકટર તેના ખર્ચે અન્ય જગ્યાએ વાવી આપશે. આટલું જ નહીં કોન્ટ્રાકટર પાસેથી આ કામ માટે રૂ. 10 લાખની ડિપોઝીટ પણ લેવામાં આવશે.

આલેલે..વૃક્ષો જામ્યુકોએ ઉછેરવાના રહેશે, ડિવાઇડરનું પ્લાન્ટેશન પણ દૂર થશે
શહેરમાં ફલાય ઓવરના નિર્માણ માટે 207 વૃક્ષનો ભોગ લેવાતા કોન્ટ્રાકટર પાસેથી 400 વૃક્ષ વાવવાની બાંયેધરી લેવામાં આવી છે. પરંતુ નવાઇની વાત એ છે કે નવા વાવેલા વૃક્ષોને ઉછેરવા અને જાળવવાની જવાબદારી જામ્યુકોની રહેશે. રોડની બન્ને સાઇડ ઉપરાંત ડિવાઇડરમાં કરાયેલું પ્લાન્ટેશન પણ દુર થશે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી અધરતાલ ફલાઇઓવર બ્રિજની કામગીરી આખરે શરૂ થઇ છે, જેના નિર્માણ માટે 207 વૃક્ષ કાપવા પડશે, આથી પ્રકૃતિ પ્રેમીઓમાં કચવાટની લાગણી ફેલાય છે, પરંતુ કંઇક મેળવવા માટે કંઇ ગુમાવવું પડે છે, ત્યારે 207 વૃક્ષ સામે નવા 400 વૃક્ષનું વાવેતર કરાશે.

પહોળાઇ માટે 207 વૃક્ષ કાપવા પડશે, કોન્ટ્રાકટર પાસેથી 400 વૃક્ષ વાવવાની બાંહેધરી લેવાઇ
શહેરના ઇન્દીરા માર્ગ ઉપર વચ્ચે ફલાયઓવર અને બન્ને સાઇડમાં સર્વિસ રોડ બનાવવા માટે કુલ 30 મીટર પહોળાઇની જરૂર પડશે.આ પહોળાઇમાં કુલ 207 વૃક્ષો આવે છે જે કાપવા પડશે. જેની સામે ફલાયઓવરનાં કોન્ટ્રાકટર પાસે 400 વૃક્ષ વાવવાની બાંહેધરી લેવામાં આવી છે અને કોન્ટ્રાકટર પાસેથી આ કામ માટે રૂ. 10 લાખની ડિપોઝીટ પણ લેવામાં આવશે. > ભાવેશ જાની, કાર્યપાલક ઇજનેર, જામ્યુકો પ્રોજેકટ અને પ્લાનિંગ વિભાગ.

શહેરના પ્રથમ સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધીના 3.4 કીમીના ફલાયઓવરની હાઇલાઇટસ

 • 139 કરોડ અંદાજીત રકમ
 • 3450 મીટર બ્રીજની કુલ લંબાઇ
 • બ્રીજની ઉંચાઇ નાગનાથ ગેઇટ જંકશન પાસે 4 મીટર અને તે સિવાયના જંકશન પર 5.30 મીટર રહેશે.
 • ઇન્દીરા માર્ગ પર ફોર લેન ફલાય ઓવર બ્રીજની પહોળાઇ 15 મીટરની રહેશે.
 • અંબર જંકશન પાસે પીએન માર્ગ પરથી આવતા ટ્રાફીકને સીધા રાજકોટ જવા માટે ટુ-લેન 7.50 મીટર પહોળાઇનો એપ્રોચ રોડ આપવામાં આવશે.
 • સાત રસ્તા સર્કલ પાસે ખંભાળિયા-દ્વારકાને જોડતા માર્ગ તરફ ટુ-લેન 7.50 મીટર પહોળાઇનો એપ્રોચ રોડ બનાવમાં આવશે.
 • ખંભાળિયા-દ્વારકા તરફથી આવતા ટ્રાફીકને રાજકોટ જવા માટે સીધી ફલાય ઓવર બ્રીજમાં એન્ટ્રી મળી રહેશે.
 • ઇન્દીર માર્ગ જીઆઇડીસીને જોડતા રસ્તા તરફ 7.50 મીટર પહોળાઇનો ટુ-લેન એપ્રોચ રોડ આપવામાં આવશે.
 • ફલાય ઓવર બ્રીજની બંને બાજુ 6 મીટરનો સર્વિચ રોડ આપવામાં આવશે.
 • સાત રસ્તાથી ગુરૂદ્વારા જંકશન સુધી રાજકોટ તરફથી આવતા વાહનો માટે થી-લેન એપ્રોચ રોડ જોડાની બિલ્ડીંગ પહેલા નીચે ઉતારવામાં આવશે. જેથી સીટીમાં તથા એસ.ટી.સ્ટેન્ડ તરફ જતા વાહનો બ્રીજના એપ્રોચ રોડથી અવર-જવર કરી શકશે.
 • ફલાય ઓવર બ્રીજ શહેરના ચાર મુખ્ય જંકશન નાગનાથ ગેઇટ, નર્મદા સર્કલ, ગુરૂદ્વારા ક્રોસીંગ અને સાત રસ્તા સર્કલને કવર કરે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો