તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જણસોની આવક:જામનગર યાર્ડમાં 20,000 મણ ચણા 1 દિ’માં ઠલવાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજમાના ભાવમાં આંશિક ઘટાડો થયો

જામનગર માર્કેટ યાર્ડમાં શુક્રવારે કુલ 43031 મણ જણસની આવક થઇ હતી. જેમાંથી અડધો અડધ એટલે કે 20000 મણ ચણા ઠલવાયા હતાં. કુલ 789 માંથી સૌથી વધુ 206 ખેડૂત ચણા વેંચવા આવ્યા હતાં. હરાજીમાં જીરૂના ભાવ રૂ.2525 બોલાયા હતાં.

જામનગર માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે 789 ખેડૂત આવતા જુદી-જુદી જણસોની 43031 મણ આવક થઇ હતી. જેમાં ચણા સૌથી વધુ 20000 મણ આવ્યા હતાં. જયારે ઘઉં 5180, લસણ 6396, જીરૂ 1791, અજમો 1611, અજમાની ભુસી 2400, ધાણા 1117, સૂકી ડુંગળીની 950 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો ઘઉંના ભાવ રૂ.303-339, અડદના રૂ.1100-1350, ચોળીના રૂ.1000-1200, મેથીના રૂ.1100-1295, ચણાના રૂ.875-963, મગફળીના રૂ.900-1100, અરેંડાના રૂ.938-985, રાયડાના રૂે1000-1255, લસણના રૂ.500-1055, કપાસના રૂ.1000-1451, જીરૂના રૂ.2000-2525, અજમાના રૂ.1800-2650, ધાણાના રૂ.970-1190, સૂકી ડુંગળીના રૂ.100-425 બોલાયા હતાં.

ગુરૂવારે યાર્ડમાં જણસોની આવકમાં ઘટાડાની સામે શુક્રવારે જણસોની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...