અપગ્રેડેશનની કામગીરી:શહેરમાં આજે 20000 પરિવારને પાણી મળશે નહીં

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંકરટેકરી તથા પાબારી ઝોન હેઠળના વિસ્તારોનો સમાવેશ: બીજા દિવસે પાણી વિતરણ કરાશે

મહાનગરપાલિકા દ્વારા ફીલ્ટર પ્લાન્ટ, નવા અંડર ગ્રાઉન્ડ સમ્પ અને પમ્પ હાઉસ અપગ્રેડેશનની કામગીરીના કારણે શુક્રવારે શહેરના 20000 પરિવારને પાણી મળશે નહીં જેમાં શંકરટેકરી, પાબારી ઝોન હેઠળના વિસ્તારોનો સમાવેશ થાય છે.

વોટર વર્કસ શાખા દ્વારા પમ્પહાઉસ ફીલ્ટર પ્લાન્ટમાં નવા 30 એમ.એલ.ડી. ફીલ્ટર પ્લાન્ટ તથા નવા અંડર ગ્રાઉન્ડ સમ્પ તથા તેને આનુસાંગિક પમ્પ હાઉસ અપગ્રેડેશનની કામગીરી ચાલુ છે. તેના અનુસંધાએ નવી ઈન્સ્ટોલ કરેલ પમ્પીંગ મશીનરીનું શંકર ટેકરી તરફ જતી રાઈઝીંગ મેઈન પાઈપલાઈન સાથે જોડાણ તા. 4 માર્ચના કરવાનું થતું હોય જેના કારણે શંકરટેકરી ઝોન-એ ના વિસ્તારો પાબારી ઝોન હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. બીજા દિવસે શંકરટેકરી ઝોનમાં પ્રથમ ઝોન-એ ત્યારપછીના દિવસે ઝોન-બી તેમજ પવનચક્કી ઝોનમાં-બી અને ત્યારપછીના દિવસે ઝોન-એમાં રાબેતા મુજબ પાણી વિતરણ થશે.

જામનગરના આ વિસ્તારો આજે પાણીથી વંચિત રહેશે
ખંભાળિયા નાકાથી સેન્ટ્રલ બેંક વિસ્તાર, હવાઈચોક, નાગર ચકલો, હવેલી વિસ્તાર, પંચેશ્વર ટાવર, વંડાફળી, બેડીગેઈટ રણજીત રોડ, કડિયાવાડ, ગ્રેઈન માર્કેટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, જુનો કુંભારવાડો, ભોંય વાડો, લંઘાવાડનો ઢાળિયો, ચાંદીબજાર, રતનબાઈની મસ્જિવાળો વિસ્તાર, જામનું ડેરૂ, ખોજાનું નાકું, ખોજા વાડ, રંગુનવાલા વિસ્તાર, સતવારા વાડ, દરબારગઢ વિસ્તાર, મોદીવાડ, વાણિયાવાડ, સેતાવાડ, લુહારસાર, ગઢની રાંગ વિસ્તાર, ભાનુશાળી વાડ, શેઠ ફળી, બર્ધનચોક, મુલ્લા મેડી, કિશાન ચોક, ટીટોડી વાડ, ખોજાનુ નાકુ, નાગરપરા, પીળી બંગલી, મુળજી જેઠા ધર્મશાળા, સુમરા ચાલી, પ્રેમચંદ કોલોની. પવનચક્કી ઝોન-બી સાધના કોલોની નંદનવન પાર્ક, પટેલ પાર્ક, સિદ્ધિ વિનાયક સોસાયટી, વૃંદાવન પાર્ક, સરદાર પાર્ક, ગ્રીન સિટી, યુવાપાર્ક, વ્રજવાટિકા, અશોકવાટિકા, આશીર્વાદ દીપ-1, 2, 3, 4 નંદનવન સોસાયટી, ગજાનંદ સોસાયટી સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...