ખંભાળિયામાં રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેલ ઇવીએમ વીવીપીટી વેર હાઉસ ખાતે જિલ્લા કલેકટર મુકેશ પંડ્યા ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ તકે અધિક કલેકટર ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જી.કે રાઠોડ, ખંભાળિયા મામલતદાર લુકા સહિતના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા અને વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાનાં સંદેશ સાથે ઘર બેઠા મતદાર નોંધણી માટે ઓનલાઇન નોંધણી નો સંદેશ પણ સોશિયલ મીડિયાનાં માધ્યમ થી ઘર ઘર પહોંચાડવા અનુરોધ કર્યો હતો. 3
ઉપરાંત ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે સામાજિક વનીકરણ રેંજ ખંભાળિયા દ્વારા આગાખાન સેવા સંસ્થાના સહયોગથી 200 વૃક્ષનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું હતું. આ તકે કલેકટર દ્વારા વૃક્ષારોપણ કરી દિવસની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક પ્રવચન કરાયું હતું તદઉપરાંત 108 ના સ્ટાફ અને ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓ દ્વારા અલગ-અલગ જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરી અને જતન કરવાની જવાબદારી પણ સ્વયંમ સ્વીકારી હતી.
ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. આ તકે ખંભાળિયામાં અલગ-અલગ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને લોકોને પર્યાવરણ અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને તેની જતનની જવાબદારી પણ સ્વયંભૂ સ્વીકારવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.