વિશ્વ પર્યાવરણ દિન:મરીન નેશનલ પાર્કમાંથી 200 કિલો કચરો દુર કરાયો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ પર્યાવરણ દિનના વૃક્ષારોપણ સાથે સફાઇ કામગીરી

જામનગર મરીન નેશનલ પાર્કના નરારા ટાપુ સહિતના ટાપુઓ પર વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ સાથે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ટાપુ પરથી 200 કીલો પ્લાસ્ટિકનો કચરો દૂર કરવામાં આવ્યો હતો.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જામનગર મરીન નેશનલ પાર્કના નરારા ટાપુ પર સફાઇ અભિયાનની સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મરીન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ગાઇડ અને જામનગરના પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતાં. ટાપુ પર દરિયાકાંઠા વિસ્તારમાંથી પ્લાસ્ટિક વેસ્ટ અને ફિશીંગ નેટ દૂર કરવાની કામગીરી અંતર્ગત 100 કીલો કચરો દૂર કરાયો હતો. કાંઠાળ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ રેન્જ ફોરેસ્ટર હૂસેનભાઇ ગાદના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

મરીન નેશનલ પાર્કના વિસ્તારો જેવા કે, નરારા ટાપુ, ખીજડીયા પક્ષી અભીયારણ, ઢીંચડા તળાવ, રોઝી બંદર, બાલાચડી જેવા વિસ્તારોને આવરી જંગલ ખાતાના અધિકારીઓ સાથે લાખોટા નેચરલ કબલના 22 જેટલા સભ્યો જોડાયા હતાં અને દરેક વિસ્તારમાંથી કુલ 200 કીલો જેટલો પ્લાસ્ટીકનો કચરો એકઠો કરી તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ દિવસની આ કામગીરી લોકોમાં ભારે સરાહનીય બની હતી અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવી હતી.

અન્ય સમાચારો પણ છે...