જામનગર શહેરમાં ચૂંટણીની આચાર આદર્શ આચારસંહિતા અમલમાં છે. જે અંતર્ગત મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મંજૂરી વગરના ભાજપના 200, આપના 250 ઝંડા અને અન્ય 559 બેનર દૂર કર્યા હતાં. જુદા જુદા વિસ્તારોમાં દીવાલ પરના 240 લખાણ દૂર કરી દેવાયા હતાં.
જામનગર શહેરમાં ચૂંટણીની આચાર સંહિતા ભંગ કરતા રાજકીય પક્ષના બેનર, પોસ્ટરો, ઝંડા વગેરે ઉતારી લેવાની કાર્યવાહી મનપાના એસ્ટેટ વિભાગ દ્રારા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત રવિવારે શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીના 200 ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતાં.
જ્યારે આમ આદમી પાર્ટીના 25 ઝંડા દૂર કરવામાં આવ્યા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દીવાલ પરના 240 લખાણ દૂર કરી દેવાયા છે. ઉપરાંત કુલ તમામ પક્ષના 559 બેનર તથા 313 નંગ મંજૂરી વગરના કટઆઉટ, બેનર, હોર્ડિંગ, ધજા-પતાકા પણ દૂર કરી લેવામાં આવ્યા છે. જામનગર ઉત્તર 78- વિધાનસભા વિસ્તારથી પંચેશ્વર ટાવર, જી.જી. હોસ્પિટલ રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં લગાવેલા ઝંડા, બેનર, પોસ્ટર કે જે મંજૂરી વગર સ્ટ્રીટલાઇટો અથવા તો પીજીવીસીએલ સહિ તની સરકારી મિલકતો પર લગાવેલા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરમાં 78-વિધાનસભા ઉમેદવારો દ્વારા વિસ્તારમાં લગાવવામાં આવેલા બેનરો- પોસ્ટરોની મંજૂરી લેવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા 600 બેનર-પોસ્ટર ,કિઓસ્ક બોર્ડ સહિ તની મંજૂરી લેવામાં આવી છે. 78- વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર દ્વારા 210 પોસ્ટર હોર્ડિંગ અથવા કીઓક્સ બોર્ડની મંજૂરી લેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા 310 બેનર- પોસ્ટર, જ્યારે બ સ.પા.ના ઉમેદવાર દ્વારા 17 બેનરની મંજૂરી લેવાઇ છે. અગાઉ પણ આવી કામગીરી થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.