વિશ્વ પર્યાવણ દિવસની ઉજવણી:જામનગરમાં કોરોનાકાળ અને CNGનો વપરાશ વધતા હવાના પ્રદુષણમાં 3 વર્ષમાં 20%નો ઘટાડો

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં રામેશ્વરનગર વિસ્તારમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા એસટી પાસેની ફીશરીઝ ઓફિસમાં મૂકવામાં આવેલા મશીન દ્વારા હવાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તેનું પૃથ્થકરણ કરવામાં આવે છે. - Divya Bhaskar
શહેરમાં રામેશ્વરનગર વિસ્તારમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા એસટી પાસેની ફીશરીઝ ઓફિસમાં મૂકવામાં આવેલા મશીન દ્વારા હવાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તેનું પૃથ્થકરણ કરવામાં આવે છે.
  • નેશનલ એમ્બ્યન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ સંસ્થાના વાર્ષિક પેરામીટર મુજબ પીએમ10 નું પ્રમાણ 60 યુજી એમથ્રી હોવું જોઈએ પરંતુ શહેરમાં વધુ પ્રમાણ ચિંતાજનક
  • પાણીનું​​​​​​​ પ્રદુષણ કાબુમાં હોવાનો જીપીસીબીનો દાવો: વર્ષમાં ચોક્કસ દિવસોમાં અવાજનું વધતું પ્રદૂષણ

જામનગરના વાહનોમાં સીએનજીનો વપરાશ વધતાં તથા કરોના કાળને કારણે લોકડાઉનમાં વાહનોનો વપરાશ ઘaટતા હવાના પ્રદુષણમાં શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં હવાના પ્રદુષણમાં 20 ટકાનો ઘટાડો થયો છે. હવામા પ્રદુષણ માપવાના પેરામીટર પર્ટિક્યુલર મેટર (પીએમ10)માં વર્ષ 2019 થી 2021 સુધી સતત ઘટાડો નોંધાયો છે.

જો કે નેશનલ એમ્બ્યન એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ સંસ્થાના વાર્ષિક પેરામીટર મુજબ પીએમ10નું પ્રમાણ 60 માઇક્રોગ્રામ મીટર ક્યુબ હોવું જોઈએ. પરતું શહેરમાં વર્ષ 2020-21માં જીપીસીબીના ચોપડે નોંધાયેલા વાર્ષીક એહવાલ મુજબ 88 માઇક્રોગ્રામ મીટર ક્યુબ નોંધાયું હતું. જે ચિંતાજનક બાબત છે.

જામનગર શહેરમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ રામેશ્વરનગર અને એસટી નજીક આવેલી ફિસરીઝ ઓફિસમાં હવાના સેમ્પલ લેવાય છે. ત્યારબાદ તેનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવે છે. જેમાં સામે આવ્યું છે કે હવામાં તરતા મોટા કણો જે આપણા શ્વાસમાં ન જઈ શકે પરંતુ તે આંખ નાક ગળાને તકલીફ આપે તેવા ધૂળયુક્ત પ્રદૂષણનું પ્રમાણ વધુ છે. જ્યારે હવામાં રહેલા કણ ધૂળ જે શ્વાસની અંદર જઈને નુકસાન કરે છે તે કાબુ માં છે. જેને પર્ટિક્યુલર મેટર 2.5 એટલે કે પીએમ 2.5 થી માપવમાં આવે છે.

આ ઉપરાંત હવામાં ઓક્સિજનમાં રહેલા સલ્ફરના કણો એસઓએકસ અને નાઈટ્રોજન ઓક્સાઈડ એનઓએકસનું પ્રમાણ કાબૂમાં છે. જામનગરના ગુજરાત પોલ્યુશન બોર્ડ મુજબ પાણીનું પ્રદૂષણ કાબૂમાં છે. જીપીસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં દર મહિને પાણીની ગુણવત્તા ચકાસવા માટે તળાવ ઉપરાંત શંકર ટેકરી જીઆઇડીસી દરેડ, જીઆઇડીસી રહેણાંક વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવે છે અને તેમાં પાણીમાં હાઇડ્રોજન અને આર્યનની સાંદ્રતા તેમજ પાણીમાં ડીઝોલ ઓક્સિજનનું પ્રમાણ સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવે છે.

છેલ્લા ત્રણ વર્ષમાં પાણીમાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ કે અશુદ્ધિ જોવા મળી નથી. શહેરમાં અવાજનું પ્રદૂષણ ફક્ત ચોક્કસ દિવસોમાં જ વધુ નોંધાતું હોય છે. ત્યારે અમુક દિવસો માટે સરકાર દ્વારા પણ જાહેરનામું બહાર પાડીને છૂટછાટ આપવામાં આવે છે.

જીપીસીબી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 183 કંપનીઓને નોટિસ ફટકારાઈ
જીપીસીબી દ્વારા તા. 1- 01-19 થી 31-12-21 સુધીમાં હાલારમાં કંપની અને કારખાનાઓને હવા પાણી અને પ્રદૂષણના કાયદાનો ભંગ અંતર્ગત 160ને કારણ દર્શક નોટિસ, 183ને નોટિસ ઓફ ડાયરેક્શન અને 60ને ક્લોઝર નોટિસ ફટકારાઈ છે.

વાહન પસાર થાય ત્યારે ઊડતી ધૂળનું પ્રમાણ વધુ
જામનગરમાં પેટ્રોલ-ડીઝલના દહન અને વાહન પસાર થાય ત્યારે ઉડતી ધુળનું પ્રમાણ વધુ છે જેના કારણે પીએમ10નું નેશનલ એમ્બ્યન એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ સંસ્થાના વાર્ષિક પેરામીટર કરતા વધી જાય છે. ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ટેકનિકલ કારણો થી ત્યાંનું મશીન બંધ છે તેને ચાલુ કરવા માટેની પ્રોસેસ હાલ ચાલુ છે.

દ્વારકા જિલ્લામાં હાલ કોઈ સ્ટેશન નથી. આ ઉપરાંત સમય અંતરે સમગ્ર હાલારમાં ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પણ ચેકિંગની કામગીરી કરવામાં આવે છે. જેમાં હવા પાણી અને પ્રદૂષણના કાયદો ભંગ થયો હોય તેવા આ સંજોગોમાં ઈન્ડસ્ટ્રીઝ એરીયા કંપનીઓને કારણ દર્શક નોટિસ, નોટિસ ઓફ ડાયરેક્શન અને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવે છે. > ભરતભાઈ મકવાણા, ઇન્ચાર્જ અધિકારી, જીપીસીબી, જામનગર.

પ્રદૂષણ ઓછું કરવા શું કરવું જોઈએ

  • રોડ રસ્તા ની સાફ સફાઈ
  • વૃક્ષ વધારે વાવવા
  • બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો
  • બેટરી સંચાલિત વાહનો ઉપયોગ વધારવો
અન્ય સમાચારો પણ છે...