કોરોના અપડેટ:જામનગરમાં આજે 20 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 102 પર પહોંચ્યો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર માં 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જીલ્લામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા 20 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 102 પર પહોંચી ચૂકી છે.

જામનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 102 પર પહોંચી ચૂકી છે. જામનગર શહેરમાં થોડા દિવસ પહેલા ઓમિક્રોન વેરિઅન્ટના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ શરૂ કરાયો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ 94 હજાર 680 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 4 લાખ 29 હજાર 469 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...