જામજોધપુરમાં માર્કટીંગ યાર્ડના દરવાજા નજીક ગત બુધવારે એક બાઇક સવાર વેપારી પાસેથી રૂ . વીશ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ અંગેના પ્રકરણમાં સ્થાનિક ગુના શોધક શાખા સહિત જુદી જુદી ટીમે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે જે પ્રકરણમાં પોલીસે બે શખસોને દબોચી લીઘા હોવાનુ જાણવા મળ્યુ છે . જયારે શખસની શોધખોળ હાથ ધરાઇ હોવાનુ સામે આવ્યુ છે .
જાણવા મળતી વિગત અનુસાર જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ભાગીદારી પેઢી ધરાવતા અને જામવાડીમાં રહેતા વેપારી ભૌતિકભાઇ રામોલીયા ગત બુધવારે સવારે ખાનગી બેન્કમાંથી રૂ . 20 લાખની રોકડ રકમ ઉપાડી પરત માર્કેટીંગ યાર્ડ ખાતે આવી રહયા હતા ત્યારે યાર્ડના દરવાજા નજીક સ્પીડ બ્રેકર આવતા બાઇક ઘીમુ પાડયુ હતુ જે વેળાએ બાઇક પર ધસી આવેલા બે શખસો પૈકી પાછળ બેઠેલા સફેદ ટી શર્ટ પહેરેલા શખસે વેપારીના બાઇકની પેટ્રોલ ટાંકી પર રાખેલો રૂ .20 લાખ રોકડ ભરેલો થેલો ઝુંટવી બંને બાઇક પર નાશી છુટયા હતા .
આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ એલસીબી સહિતનો કાફલો દોડી ગયો હતો . પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવા સહિત આજુબાજુના તમામ માર્ગો પરના આવા ગમનને ચકાસવાની કામગીરી સાથે માતબર રોકડ ઉસેડી જનારી બેલડીના સગડ મેળવવા કવાયત હાથ ધરી હતી .
જે દરમિયાન ચુનંદા પોલીસ ટીમે બે શખસોને સકંજામાં લીઘા હોવાનુ જાણવા મળ્યુ છે . વેપારી રોકડ સાથે માાર્કેટીંગ યાર્ડે આવી રહ્યા હતા ત્યારે ઉઠાવગીરોએ નિશાન બનાવ્યા હતા. અન્ય એકની સંડોવણી જણતા પોલીસે તેની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું છે. ટુંકમાં સનસનીખેજ લૂંટ અંગેના બનાવનો ભેદ ઉકેલાઇ જવાનો આશાવાદ સેવાઇ રહયો છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.