તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ:જામનગરમાં પોલીસે જપ્ત કરેલી 20 લાખની કાર 5 માસમાં ભંગાર બની; લોકોએ કાચ તોડી એસેસરિઝ ચોરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પહેલા, પોલીસે કાર જપ્ત કરી ત્યારે આવી હતી - Divya Bhaskar
પહેલા, પોલીસે કાર જપ્ત કરી ત્યારે આવી હતી
  • હેડ કવાર્ટરમાં લાખોની કાર કોડીની બની, કાર માલિકે એસપી અને કોર્ટને ફરિયાદ કરી
  • પોલીસે ઉડાઉ જવાબ આપી કહ્યું, લઇ જાઓ, નહીં તો ગુનામાં ફીટ કરી દઇશું

જામનગરમાં પોલીસ દ્વારા 20 લાખ રૂપિયાની કાર જપ્ત થયા બાદ તેને હેડ કવાર્ટર રાખવામાં આવ્યા પછી થોડા સમયમાં જ તેની હાલત ભંગાર થઈ ગઈ જે મામલે હવે કારમાલિક દ્વારા કોર્ટમાં તેમજ એસપીને ફરિયાદ કરવામાં આવી છે. શહેરના જૂના રેલવે સ્ટેશન રોડ પર રહેતા અનવર કરીમ બેલીમની કિયા સેલ્ટોસ કાર જીજે-10-ડીઈ 0121 નંબરની કાર પોલીસે ફેબ્રુઆરી 2021માં કબજે કરી હતી જેમાં એક આરોપી દ્વારા કારનો વપરાશ કર્યો હોવાનું કહીને કાર જપ્ત કરાઇ હતી. ટીપટોપ કંડીશનમાં જપ્ત કરાયેલી કાર પાછી મેળવવા માટે અનવરભાઈએ રાજકોટ કોર્ટમાં અપીલ કરી હતી.

જે મંજૂર થયા બાદ મોટર કારને છોડાવવા જતાં કારને જોઈને તેમના હોંશ ઉડી ગયા હતા. કારમાં મોટાપાયે નુકસાન થયું હતું, તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા, તમામ કિંમતી એસેસરીઝ ગાયબ હતી તેમજ કાર કોઈ ઓળખે નહીં તેવી બની ગઈ હતી. આ અંગે પોલીસને રજૂઆત કરતા અમે કંઈ જાણતા નથી, ગાડી લઈ જવી હોય તો લઈ જાવ તેવો ઉડાઉ જવાબ આપી ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.

પછી, માલિક કાર લેવા પહોંચ્યા ત્યારે આ હાલત હતી
પછી, માલિક કાર લેવા પહોંચ્યા ત્યારે આ હાલત હતી

પોલીસ કહે છે... જપ્ત કરાયેલા મુદ્દામાલની જવાબદારી જે તે પોલીસ સ્ટેશનની હોય
મુદ્દામાલની જવાબદારી તો જે તે પોલીસ સ્ટેશનની જ હોય છે, પરંતુ જો ઈન્કવાયરી થાય તો હેડ કવાર્ટર ખાતે રાખવામાં આવેલી વસ્તુઓ માટે તેના ગાર્ડ પણ જવાબદાર ગણાય. બાકી જપ્ત થયેલો કોઈપણ મુદ્દામાલ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની જ જવાબદારી બને. - કે.જે. ભોયે, પોલીસ ઈન્સ્પેક્ટર, સિટી-બી ડિવિઝન, જામનગર.

અરજદાર કહે છે... હેડકવાર્ટરમાં રહેલી કારમાં દારૂની મહેફિલ થઇ હતી
અનવરભાઈ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, તેની કારમાં દારૂની ખાલી બોટલો અને ગ્લાસ તેમજ નાસ્તાના પડીકાઓ પડ્યા હતા જે સૂચવે છે કે, મોટર કારની અંદર દારૂની પાર્ટીઓ કરવામાં આવતી હતી જે અંગેની તપાસ થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...