હે પ્રભુ... રક્ષા કરો!:વાદળ ફાટતાં જામનગરના 20 અમરનાથ યાત્રી ફસાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી દંપતીની સંગમ ઘાટીથી ભાસ્કર’ સાથે વાત

ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે પ્રયાણ કર્યું હતું. રસ્તામાં વાદળ ફાટતાં યાત્રાળુઓએ અધવચ્ચે જ ફરજિયાત રાત્રી રોકાણ કરવું પડ્યું હતું. જેમાં જામનગર - દ્વારકા જિલ્લાના 20 ભાવિકો પણ છે.

કપડાંના વેપારી દંપતીએ ‘ભાસ્કર’ સાથે સીધી વાત
સંગમ ઘાટી ખાતે રાત્રી રોકાણ કરનારા જામનગરના કપડાંના વેપારી દંપતીએ ‘ભાસ્કર’ સાથે સીધી વાત કરીને ત્યાંનો ચિતાર આપ્યો હતો. જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે ડ્રેસિસની દુકાન ચલાવતા વેપારી દીપકભાઈ વિઠ્ઠલાણી અને તેમના પત્ની જાગૃતિબેન જણાવ્યું કે અમે શુક્રવારે સવારે બાલતાલ બેઝ કેમ્પથી બાબા અમરનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતા અને સાંજે 5 વાગ્યાની આસપાસ સંગમ ઘાટી નજીક પહોંચ્યા ત્યાં જ વાદળ ફાટ્યું હોવાના સમાચાર મળતા યાત્રા ત્યાં જ રોકી દેવામાં આવી હતી.

સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં યાત્રા રોકાઈ
સંગમ ઘાટી પાસે જ બધા યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કર્યું છે. જામનગરના લગભગ 20 જેટલા યાત્રાળુઓ પણ આ સમયે યાત્રામાં અટવાયેલા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...