આદેશ:શહેરમાં ચેક પરતના કેસમાં આરોપીને 2 વર્ષની કેદ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂા. 7 લાખનો દંડ ભરવા અદાલતનો આદેશ

જામનગરના એક કોન્ટ્રાક્ટરને ટેન્કરનું બાકી ભાડું ચૂકવવા આપેલો રૂ. સાડા ત્રણ લાખનો ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે.જામનગરમાં વસવાટ કરતા મુકેશભાઈ પ્રવીણચંદ્ર પાસેથી અજય જાડેજા એન્ટરપ્રાઈઝવાળા અજય જાડેજાએ ટેન્કર ભાડે રાખ્યું હતું. તેના ભાડાપેટે રૂ.સાડા ત્રણ લાખ ચૂકવવાના બાકી હતા. તેની ચૂકવણી માટે અજય જાડેજાએ ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના કારણે બેંકમાંથી પરત ફર્યો હતો.

ત્યારપછી મુકેશભાઈએ કાયદા મુજબ નોટીસ પાઠવી હોવા છતાં બાકી રકમ ચૂકવવામાં નહીં આવતા તેઓએ અજય જાડેજા સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં ફરિયાદીના વકીલે રજૂઆત કરી હતી કે કોઈપણ ચેક તેના ધારક સિવાય અન્ય વ્યક્તિ પાસે હોય ત્યારે ચેક મુજબનું જે ભરણું હોય તે ભરપાઈ કરવાની જવાબદારી બને છે. કોઈ ધારકનો ચેક અન્ય વ્યક્તિ પાસે આવ્યો હોય તેટલું રજૂ થવાથી સાબિત થયેલું ગણાય તેવો કાયદો છે. બંને પક્ષની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે આરોપી અજય જાડેજાને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...