જામનગરના યોગેશ્વરધામમાં પોલીસે દોઢ વર્ષ પહેલા દરોડો પાડી 2 મહિલા સંચાલિક કૂટણખાનુ પોલીસે પકડી પાડ્યું હતું. આરોપી મહિલાઓ સામે ચાર્જ ફ્રેમ થયા પછી અદાલતે બંનેને તક્સીરવાન ઠરાવી એક વર્ષથી 7 વર્ષ સુધીની કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
જામનગરના યોગેશ્વરધામ વિસ્તારમાં બે મહિલા દ્વારા મકાન ભાડે રાખી તેમાં કૂટણખાનુ ચલાવાતું હોવાની બાતમી પરથી વર્ષ-2021ના ઓગસ્ટ મહિનામાં પોલીસે યોગેશ્વરધામમાં મકાનમાં દરોડો પાડ્યો હતો. તે મકાનમાંથી નબીરા ઉર્ફે નરગીસ તથા ગુલઝારબેન ઉર્ફે સમીરા ઉર્ફે પૂજા નામના બે મહિલા કૂટણખાનુ ચલાવતા મળી આવ્યા હતા.
આ મહિલાઓ પૈસા કમાવવાની લાલચે મકાન ભાડે રાખી તેમાં બહારથી કેટલીક સ્ત્રીઓને બોલાવી પુરૂષ ગ્રાહકોને શરીરસુખ આપવાની વ્યવસ્થા ગોઠવી આપતી હતી. જે તે વખતે પોલીસે ઈમમોરલ ટ્રાફિક પ્રિવેન્સન એક્ટની કલમો હેઠળ બંને મહિલા સામે ગુનો નોંધ્યો હતો. આ કેસનું અદાલતમાં ચાર્જશીટ કરાયું હતું.
આ કેસ ચાલી જતા અદાલતમાં ભોગ બનનાર બે મહિલા સહિત તેર વ્યક્તિની જુબાની તેમજ અગિયાર દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. અદાલતે બંને પક્ષની રજૂઆતો ધ્યાને લઇ આરોપી મહિલા નરગીસ અને ગુલઝારબેનને તક્સીરવાન ઠરાવી એકથી સાત વર્ષ સુધીની કેદની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકાર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.