તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે તપાસની તલવાર:2 પોલીસકર્મીએ હોટલમાં જઈ વેપારી પાસેથી મોટી રકમ પડાવી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં ઘેરાયું

જામનગર જિલ્લાના ધ્રોલમાં બે પોલીસમેનો દ્વારા વેપારીને માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં શહેરના સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે પોલીસમેન દ્વારા એક હોટલમાં જઈને વેપારી પાસેથી દારૂનો તોડ કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ બહુચર્ચિત ઘટનાની ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ પણ શરૂ થઇ છે અને આગામી દિવસોમાં બંને પોલીસમેનો માટે આફત નોતરી શકે તેમ છે.

જામનગર શહેરના સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈને થોડા દિવસ પહેલા જ તપાસમાં બેદરકારી સબબ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હજુ તે ઘટના ભૂલાઈ નથી ત્યાં સિટી-સી ડિવિઝનના બે પોલીસ કર્મીઓએ દિગ્જામ સર્કલ પાસે આવેલી એક હોટલમાં જઈને વેપારી પાસેથી દારૂના નામે 45 હજાર જેટલી રકમનો તોડ કરીને નીકળી જતાં વેપારીએ આ અંગે તેના મિત્ર ઉચ્ચ મહેસૂલ અધિકારીને વાત કરતા આ વાત એસપી સુધી પહોંચી હતી જેઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક બનાવ અંગેની ખાનગી ખાતાકીય તપાસ સોંપી હતી જેમાં બંને પોલીસમેનો હોટલના સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હોવાનું જાણવા મળે છે. આ બનાવના પગલે બંને પોલીસ પર પગલાંની તલવાર લટકી રહી છે.

આગામી દિવસોમાં બંને સામે પગલાં લેવામાં આવશે તે નિશ્ચિત બન્યું છે. આ બનાવ જામનગર પોલીસબેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

તપાસ ચાલી રહી છે, કંઈ કહી શકાય નહી: ASP
પોલીસ ડિપાર્ટમેન્ટમાં અનેક તપાસો ચાલી રહી છે એટલે ચોક્કસ કંઈ કહી શકાય નહીં, પરંતુ આવી કોઈ ઘટના બની હશે અને પગલાં લેવાશે તો ચોક્કસપણે જણાવવામાં આવશે.> નીતિશ પાંડે, એએસપી, જામનગર.

બેડી મરીનના બે પોલીસમેનની બદલી પાછળનું કારણ શું ?
તાજેતરમાં જિલ્લા પોલીસવડા દ્વારા 6 પોલીસકર્મીઓની જાહેરહિતમાં તાત્કાલિક બદલી કરવામાં આવી હતી જેમાં ધ્રોલમાં ચર્ચાસ્પદ બનેલા બંને પોલીસમેનો તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશનના 2 પોલીસમેનોનો સમાવેશ થાય છે. સૂત્રો જણાવે છે કે, બેડી મરીન પોલીસ દ્વારા ખાનગીમાં માછીમારી કરવાની છૂટ આપવામાં આવી હતી જે અંગેનો કેસ એસઓજી દ્વારા કરવામાં આવ્યો હતો જે બધી બાબતો ધ્યાનમાં લઈ આ બાબતે બેડી મરીન પોલીસની ભૂંડી ભૂમિકા જણાતા જિલ્લા પોલીસવડાએ 2 પોલીસ કર્મીની તાત્કાલિક અસરથી બદલી કરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...