તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:શિક્ષકને માર મારી પૈસા પડાવનાર 2 પોલીસ કર્મચારીને 2 વર્ષની સજા

જામનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખંભાળિયાની અદાલતે રૂ.1500નો દંડ પણ ફટકાર્યો

ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પૂર્વે વડત્રાના શિક્ષકને માર મારી રૂા.10 હજાર પડાવી લેવાના ચકચારી બનાવમાં ખંભાળિયાની કોર્ટે બંને પોલીસવાળાને તકસીરવાન ઠેરવીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં 2019માં ખંભાળીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે ખંભાળીયાના પોલીસ કર્મચારીઓ નિલેશ સુકાભાઇ ગોજીયા તથા ભીમશી મુરૂભાઇ ગોજીયા,

પો.કો.ખંભાળીયા પોલીસ સ્ટેશનનાઓએ વડત્રા વાડી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશ્નિનભાઇ મોહનભાઇ જોશીને દ્વારા માર મારી, બળજબરીપૂર્વક રૂ.10 હજાર પડાવી લેવા બાબત અંગેનો કેસ ચીફ જયુડીશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં, કોર્ટ બંનેને પોલીસ કર્મચારીઓને ગુનામાં તકસીરવાન ઠરાવી પ્રત્યેક આરોપીને 2 વર્ષની સાદી કેદ તથા રૂ.15૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો