રાજ્યમાં વીજમાંગ:સિક્કામાં વીજ માંગને ધ્યાને લઈ 2 પ્લાન્ટ કાર્યરત કરાયા, ઈન્ડોનેશિયાથી 12 લાખ મે. ટન કોલસો આવ્યો

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક સમયથી ગરમીમાં વધારો થતાં રાજ્યમાં વીજમાંગમાં વધારો થયો છે. જેના પગલે ઉનાળા પહેલાં વીજ પુરવઠાની માંગ 18,000 મેગાવોટ હતી જે હાલ વધી 21,000 મેગાવોટની ઉપર પહોંચી છે ત્યારે વીજમાંગને પહોંચી વળવા કોઈ સમસ્યા ના સર્જાય તેના માટે જીયુવીએનએલ દ્વારા સિક્કા વીજપ્રોજેકટના 500 મેગાવોટના બંને પ્લાન્ટ શરૂ કરી દેવાયા છે અને સિક્કા પ્લાન્ટમાં વપરાતા વિદેશી કોલસાનો 12 લાખ મેટ્રિક ટન (અંદાજે 1,680 કરોડ) નો જથ્થો જીયુવીએનએલ દ્વારા મગાવાયો છે.

વિદેશી કોલસાથી ચાલતાં 500 મેગાવોટના સિક્કા ખાતેના પ્લાટ શરૂ કરી દેવાયા છે. સિક્કા પ્લાન્ટ માટે જરૂરી કોલસો ઇન્ડોનેશિયાથી મંગાવાયો છે. 14,000 રૂપિયે મેટ્રિક ટનના ભાવે ઇન્ડોનેશિયામાં મળતો કોલસાનો 12 લાખ મેટ્રિક ટનનો ઓર્ડર જીયુવીએનએલ દ્વારા આપવામાં આવ્યો છે.

સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બર અને જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ વીજપુરવઠા માટે પિક સિઝન ગણાય છે કારણ કે આ સમયમાં એગ્રિકલ્ચરમાં પણ વીજપુરવઠાની માંગ વધુ હોય છે એટલે વીજ માંગમાં વધારો થાય છે. પણ ઉનાળો આવતાં ડોમેસ્ટિક ક્ષેત્રે પણ વીજમાંગમાં વધારો થાય છે પણ ઉનાળામાં એગ્રિકલ્ચર ક્ષેત્રે માંગ ઓછી હોય છે એટલે ડોમેસ્ટિક ક્ષેત્રની માંગને વીજ કંપનીઓ પહોંચી વળે છે.

અન્ય સમાચારો પણ છે...