તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટતું સંક્રમણ:જામનગરમાં કોરોનાથી સતત ત્રીજા દિવસે 2 દર્દીના મૃત્યુ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 2 અને જિલ્લામાં 1 કેસ, વધુ 12 દર્દી ડિસ્ચાર્જ

જામનગર શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો રવિવારે 10 માં દિવસે સિંગલ ડીઝીટમાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં માત્ર 2 અને જિલ્લામાં 1 મળી કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં 10 અને જિલ્લામાં 2 મળી કુલ 12 દર્દીઓએ મહામારીને હરાવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

શનિવારે રાત્રીથી રવિવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં 2 દર્દીના મૃત્યુ નિપજયા છે. જી. જી. હોસ્પિટલન મ્યુકર માઈકોસિસ વોર્ડમાં છેલ્લાં 24 દરમિયાન એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. જોકે તેના મૃત્યુનું કારણ કોરોના તેમજ અન્ય બીમારી હોવાનું જાહેર કરાયું છે. જયારે વોર્ડમાં 24 કલાકમાં એક દર્દી દાખલ થયા છે. જ્યારે બે દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે રવિવારે એકપણ સર્જરી કરવામાં આવી નથી. કોરોનાના કેસો શહેર-જિલ્લામાં કાબુમાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...