જામનગર મહાનગરપાલિકાના વિસ્તાર વધતાની સાથે જ ટીપી સ્કીમ 20 અને 21ને મંજૂરી મળતા અનેક વિકાસના દ્વારો ખુલશે. કુલ 205.23 હેકટરમાં ફેલાયેલ આ ટીપી સ્કીમાં બાગ-બગીચાઓ, આવાસ, ખુલ્લા પ્લોટો અને જમીનો આવશે. હાપા રેલ્વે સ્ટેશન પાછળના વિસ્તારથી સ્વામિનારાયણ ગુરૂકુળ સુધીના આ વિસ્તારમાં સમાવેશ થાય છે. ટીપી સ્કીમ નંબર 20 કે જેનો એરીયા હાપા રેલવે સ્ટેશન પાછળનો વિસ્તાર તથા સ્વામિનારાયણ ગુરુકુળ સુધી આવેલ ઓવર બ્રિજ સુધીના વિસ્તારમાં કુલ 205.23 હેક્ટર માં આ ટી.પી સ્કીમ ફેલાયેલ છે.
આ ટીપી સ્કીમમાં બાગ બગીચા માટે આવાસ યોજના માટે તથા ખુલ્લી જમીનો અને જાહેર સુવિધા માટેના કુલ 27 પ્લોટ ઉપલબ્ધ થયેલ છે જે આવનારા દિવસોમાં શહેરનો વિકાસ અને પબ્લિકની જાહેર સુવિધા તથા સુખાકારી માટે તે ઉપયોગી બનશે ઉપરાંત આ ટી.પી સ્કીમ માં 75 મીટર, 45 મીટર, 30 મીટર અને 18 મીટર તથા 12 મીટર પહોળા ટીપી તથા ડી.પી.રોડ ભવિષ્યમાં પબ્લિક પરિવહન માટે ખુલ્લા થશે.
ઉપરાંત મંજુર થયેલ ટીપી સ્કીમ નંબર 21 કે જે મહાપ્રભુજી બેઠક થી ઠેબા ચોકડી જતા સેન્ટોસાગ્રીનસ સોસાયટીથી શરૂ કરી બરાડી પેટ્રોલ પમ્પ ઠેબા ચોકડી પીવીઆર સિનેમા સામેના વિસ્તાર અને જેટકો પાવર સ્ટેશન ઠેબા સુધીના વિસ્તારનો આ ટીમમાં સમાવેશ થાય છે આ ટીપી સ્કીમમાં કુલ 164.27 હેક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે.
જેમાં બાગ બગીચાના પાંચ, આવાસ યોજનાના 6, ખુલ્લી જમીનના 6 પ્લેગ્રાઉન્ડ માટે એક તથા જાહેર સુવિધા માટેના સાત પ્લોટ અને રેસિડેન્સીયલ તથા કોમર્શિયલ વેચાણ માટે મહાનગરપાલિકાને આઠ પ્લોટ મળશે આ તમામ પ્લોટ મળી કુલ 32.5 હેક્ટર જમીન મહાનગરપાલિકાને જાહેર સુવિધા તથા પબ્લિક સુખાકારી માટે ઉપલબ્ધ થશે ઉપરાંત 75 મીટર 60 મીટર 30 મીટર 24 મીટર તથા 18 અને 15 મીટર ના પબ્લિક પરિવહન માટે ના રસ્તાઓ ઉપલબ્ધ થનાર છે.
જામનગર મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નંબર 20 અને 21 રાજ્ય સરકાર દ્વારા ટી. પી તરીકે મંજુર કરવામાં આવેલ છે. આ ટી.પી સ્કીમ તાજેતરમાં મંજુર થયેલ ટીપી સ્કીમ નંબર 11 ને સંલગ્ન વિસ્તાર તરીકે આવેલ છે મહાનગરપાલિકાના કમિશનર ખરાડી તેમજ મનપાના પદાધિકારીઓ તથા સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની અને ટીપી સ્કીમ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર મુકેશભાઈ ગોસાઈની ટીમના પ્રયત્નોથી મહાનગરપાલિકા જામનગરની રજુ કરેલ ચાર ટીપી સ્કીમો પૈકી ત્રણ ટીપી સ્કીમોના રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.
ટીપી સ્કીમ 20માં લોકોને આ ફાયદા મળશે
ટીપી સ્કીમ 21માં અા ફાયદાઓ થશે
ટીપી સ્કીમ 20 અને 21માં કયાંથી શરૂ થશે અને કયાં પુરી થાય છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.