દરોડા:હાલારમાં ડિગ્રી વગરના વધુ 2 બોગસ તબીબ પકડાયા

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી ખાવડી - વચલા બારામાં પોલીસે જુદા 2 પં . બંગળાના બે મુન્નાભાઇને દબોચી લીધા
  • અલગ અલગ દરોડામાં જુદી જુદી દવાઓ , ઇન્જેકશન , સીરપ વગેરે સહિત અડધા લાખની મતા કબજે

જામનગરના મોટી ખાવડી અને ખંભાળિયાના વચલાબારા ગામે પોલીસે જુદા જુદા દરોડામાં મેડીકલ ડીગ્રી ન હોવા છતા અનઅધિકૃત રીતે પ્રેકટીશ કરતા બે બોગસ તબીબને પકડી પાડયા હતા અને જુદી જુદી દવાઓ વગેરે સહિત લગભગ અડધા લાખનો મુદામાલ કબજે કરી ફોજદારી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર સલાયાના ઇન્ચાર્જ પીઆઇ સિંગરખીયાના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહયા હતા ત્યારે સ્ટાફના એએસઆઈ નંગાભાઈ લુણા તથા કોન્સ. ભરતસિંહ જાડેજા સહિતની ટીમને બાતમી મળી હતી કે,વચલા બારા ગામે રહેતા અને મૂળ વેસ્ટ બંગાળના નાદિયા જિલ્લાના રહીશ આરોપી રામચંદ્ર દશરથ બિશ્વાસ નામના શખ્સે કોઈ પણ ડીગ્રી વગર ગેરકાયદે એલોપેથીક દવાઓનો જથ્થો રાખી બીમાર દર્દીઓને સારવાર આપે છે તેવી હકીકતના આધારે સલાયા પોલીસ ટીમે મેડિકલ ઓફિસરને સાથે રાખી દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમ્યાન પોલીસે ઉપરોક્ત શખ્સને દબોચી પાડી સંઘન તપાસ કરતા આ શખ્સ પાસે કોઈપણ જાતની એલોપેથીક દવાની સારવાર કરવા અંગે કોઈ માન્ય યુનિવર્સિટીના ડીગ્રી ધરાવતા ન હોવા છતાં ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવતો હોય એટલું જ નહીં આ ક્લિનિકમાં અલગ અલગ પ્રકારની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનો, સીરપ રાખી અનઅધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાનુ સામે આવ્યુ હતુ.આથી પોલીસે આ સમગ્ર મામલે માનવ જિંદગી ને જોખમમાં મૂકી બેદરકારી ભર્યા કૃત્ય અંગે રૂ.43,705ની કિંમતનો મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન અને રોકડ સહિત રૂ.44925ના મુદ્દામાલને કબ્જે કરી આરોપી રામચંદ્ર દશરથ બિશ્વાસની અટક કરી આઇપીસી તથા ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ સહિતની કલમનો ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

જયારે જામનગરના મોટી ખાવડી ગામમાં એક શખ્સ તબીબ ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી જન આરોગ્ય સાથે ચેડા કરી રહયો હોવાની બાતમી જામનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના મયુદ્દીન સૈયદ, અરજણભાઈ તથા ચંદ્રસિંહને મળતાએસઓજી સ્ટાફે મોટી ખાવડીમાં મુખ્ય બજાર પાસે આવેલા જૈન મંદિર નજીક એક કથિત કિલનિકમાં દરોડો પાડ્યો હતો.

જયાંથી પોલીસને મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલમાં જામનગરના ક્રિષ્નનગરમાં રહેતા દીપક દુલાલચંદ્ર શાહ નામનો શખસ મળી આવ્યો હતો જે કિલનિકમાં પોલીસે બીમાર લોકોની સારવાર કરતા દીપક શાહની પૂછપરછ કરાતા આ શખ્સ ડોક્ટરની ડિગ્રી ન ધરાવતો હોવા છતાં પ્રેક્ટિસ કરતો હોવાનું ખૂલ્યું હતુ.. આથી પોલીસે અલગ અલગ કંપનીની દવા સ્ટેથોસ્કોપ વગેરે કબજે કરી દીપક શાહ સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...