કામગીરી:2 લાખ બાકી વેરા બદલ 7 મિલકત જપ્ત કરાઇ

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપા દ્વારા વેરાના બીલ બજવણીની કામગીરી પૂર્ણ
  • 113 આસામી પાસેથી કુલ રૂ. 23.89 લાખ વેરાની વસુલાત

જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 8 માં રૂ.54368 બાકી વેરા બદલ 3 અને વોર્ડ નં.17 માં રૂ.140839 બાકી વેરા બદલ 4 મિલકત જપ્ત કરવામાં આવી હતી. અન્ય વોર્ડમાં 113 પાસેથી કુલ રૂ.23.89 લાખ મિલકત વેરાની વસૂલાત કરાઇ હતી.

જામ્યુકો દ્વારા વોર્ડ નં.1 માં 1 આસામી પાસેથી રૂ.25122, વોર્ડ નં.2 માં 10 આસામી પાસેથી રૂ.211661, વોર્ડ નં.3 માં 7 આસામી પાસેથી રૂ.100732, વોર્ડ નં.4 માં 16 આસામી પાસેથી રૂ.378212, વોર્ડ નં.5 માં 18 આસામી પાસેથી રૂ. 302100, વોર્ડ નં.6 માં 1 આસામી પાસેથી રૂ.10010, વોર્ડ નં.7 માં 4 આસામી પાસેથી રૂ.62312, વોર્ડ નં.8 માં 6 આસામી પાસેથી રૂ.114221, વોર્ડ નં.9 માં 2 આસામી પાસેથી રૂ.20830, વોર્ડ નં.10 માં 6 આસામી પાસેથી રૂ.89230 ની વસૂલાત કરાઇ હતી. તદઉપરાંત વોર્ડ નં.11 માં 3 આસામી પાસેથી રૂ.41962, વોર્ડ નં.13 માં 6 આસામી પાસેથી રૂ.149065, વોર્ડ નં.14 માં 6 આસામી પાસેથી રૂ.300229, વોર્ડ નં.15 માં 7 આસામી પાસેથી રૂ.133574, વોર્ડ નં.16 માં 2 આસામી પાસેથી રૂ.29260, વોર્ડ નં.17 માં 7 આસામી પાસેથી રૂ. 221490ની વસૂલાત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...