નોકરી આપવાના નામે કૌભાંડ:જામનગરના 2 શખ્સોએ નાઈજીરીયન શખ્સ સાથે મળી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોકરી આપવાના નામે રાષ્ટ્રીય સ્તરના કૌભાંડનો પર્દાફાશ કરતી જામનગર પોલીસ નોકરીની લાલચ આપી રૂપિયા પડાવી લેતી નાયજીરિયન ગેંગ નો પર્દાફાશ કરતી પોલીસ
  • રાષ્ટ્રીય વ્યાપી કૌભાંડમાં એક નાયજીરિયન શખ્સ ને મુંબઇ થી ઝડપી પાડયો

જામનગરના યુવાનને નોકરી અપાવી દેવાની લાલચ આપી જામનગરના બે શખ્સોએ યુવાનના પ્રમાણપત્ર મેળવી ખોટા બેંક એકાઉન્ટ ખોલાવી ગેર કાયદેસરના આર્થિક વ્યવહારો કર્યા હોવાની ફરિયાદની તપાસ દરમિયાન આ કૌભાંડ આંતરરાષ્ટ્રીય હોવાનું સામે આવ્યું છે. પોલીસે જામનગરના બંને શખ્સો ઉપરાંત એક નાઈજીરિયન શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સોના કબજામાંથી 30 બેકની ચેકબુક અને 29 એટીએમ કાર્ડ મળી આવ્યા છે. બે મહિનામાં આ ખાતાઓમાં 6.95 લાખનું ટ્રાન્જેક્શન થયું હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત ૨૪ લાખ ઉપરાંતની રકમ જમા હોવાનું સામે આવ્યું છે.

આ કૌભાંડની વિગત મુજબ, ગઇ તા.8/12/2021ના રોજ હરીશભાઇ જેઠાભાઇ પરમાર રહે. જામનગર વાળાએ સીટી સી ડીવીજન પોલીસે આવી ફરિયાદ કરી હતી કે પોતાની સાથે મેહુલનગરમાં રહેતા જતીનભાઇ પાલાએ આજથી આશરે બે મહીના પહેલા મને મળી તેને જણાવેલ કે મુબંઇમાં સારા પગાર સાથે આંગણીયા પેઢીમાં નોકરી કરવી હોય તો સંપર્ક કરશો જેથી આ હરીશભાઇ પરમારે તેનો સંપર્ક કરતા તેને જતીન પાલા તથા જામનગર નો બીજો વ્યક્તિ મોહીત પરમાર રૂબરૂ મળેલ, આ બંને શખ્સોએ યુવાન પાસેથી નોકરી માટે કંરટ અને સેવીંગ એકાઉન્ટ નવા ખાતા ખોલવા પડશે તેમ જણાવી તેના ડોક્યુમેન્ટ મેળવેલ જેના આધારે જતીન પાલા અને મોહીત પરમારે પી.એલ.કન્સલટન્ટ નામની ખોટી પેઢી બનાવી નાખી તે પેઢીના નામના કરંટ અને સેવીંગ એકાઉન્ટ ખોલાવી નાંખ્યા હતા. જેમાં એકાદ મહીના માંજ આશરે 40 લાખ જેટલા રૂપીયા ની લેવડ દેવડ કરવામાં આવી હતી. જેને લઈને હરીશભાઇ પરમારને તેના ખાતાનુ દુર ઉપયોગ થતો હોવાની શંકા ગયેલ અને પોતાની સાથે છેતરપીંડી થયાની સીટી સી ડીવીજનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને શખ્સોના સગળ મેળવી પૂછપરછ કરી હતી.

પોલીસ તપાસ દરમ્યાન જતીન પાલા તથા મોહીત પરમારના રહેઠાણ ઉપર થી એક્સીસ બેન્ક, આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક, એચ.ડી.એફ.સી. બેન્ક, યશ બેન્ક ના જુદીજુદી વ્યક્તિઓના નામના એટી.એમ.ડેબીટ કાર્ડ કુલ 30 તથા ચેક બુક કુલ 29 તથા પેઢીના રબર સ્ટેમ કુલ 2 તથા મોબાઇલ તથા કુલ સીમ કાર્ડ 6 મળી આવેલ જેમાં પોલીસને મોટા કૌભાંડની જાણ થતા આ બંન્ને આરોપીઓની સંધન પુછપરછ કરવામાં આવી અને આ તમામ બેન્ક ખાતાઓના ટ્રાન્સજેકશન હીસ્ટ્રી મેળવામાં આવેલ જેમાં છેલ્લા બે મહીનામાંજ કુલ 6 કરોડ 95 લાખ રૂપીયા નુ ટ્રાન્જેકશન જણાઇ આવેલ તેમજ હાલમાં આ ખાતાઓમાં 24 લાખ 08 હજાર રૂપીયા મળી આવેલ જે તમામ એકાઉન્ટ ફ્રીઝ કરેલ છે અને તમામ રૂપીયા આ બંન્ને ઇસમોએ ઉપાડી મુબંઇ ખાતે રહેતા નાઇજીરીયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇન્કા ને જામનગર તથા રાજકોટ થી આંગણીયા પેઢી મારફતે મોકલી આપેલ છે આ રૂપીયા નાઇજીરીયન ગેન્ગ દ્રારા દેશમાં અલગ અલગ જગ્યાએ કોઇપણ રીતે ચીટીંગ કરીને મોકલેલ છે જેમાં જામનગર ના બંન્ને શખ્સોએ (૧) જતીન પાલા તથા (૨) મોહીત પરમાર નાઓએ રીસીવર તરીકેની ભુમીકા ભજવેલ છે.

જે માહીતી મળતા સીટી સી ડીવીજન પીઆઈ કે.એલ.ગાધે દ્રારા ઉપરી અધિકારીનુ માર્ગદર્શન મેળવી સીટી સી ડીવીઝનના પી.એસ.આઈઆર.ડી.ગોહીલ ની ટીમને મુબંઇ ખાતે રવાના કરેલ સાઇબર ક્રાઇમ પો.સ્ટે.ની મદદથી મુબંઇ મહારાષ્ટ્ર ખાતે રહેતા નાઇજીરીયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇન્કા ને ટેકનીકલ એનાલીસસના આધારે સ્થાનીક પોલીસની મદદથી પકડી પાડી જામનગર લઇ આવ્યા હતા. આ સમગ્ર ગેરકાયદેશર નાણા વ્યવહાર નાઇજીરીયન ફ્રોડથી એકત્રીત કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ નાણાકીય વ્યવહારમાં દીલ્લી, બેગંલોર, બરોડા ખાતે નાઇજીરીયન શખ્સ સામે છેતરપીંડીની સબબ ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...