ખળભળાટ:જામનગરના 2 ઉદ્યોગપતિની GST ચોરી પ્રકરણમાં ધરપકડ

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્ટેટ જીએસટી એનફોર્સમેન્ટ વિભાગે રાત્રીના પકડી પૂછપરછ કરતા ખળભળાટ
  • રૂા. 181 કરોડના ખરીદ બીલ અન્વયે રૂા. 32.58 કરોડની ખોટી વેરા શાખ મેળવ્યાનો ઘટસ્ફોટ

જામનગરના બે ઉઘોગપતિની જીએસટી ચોરી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ જીએસટી એનફોર્સમેન્ટ વિભાગે રાત્રીના પકડી પૂછપરછ હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે. બોગસ બીલીંગ કરી કરચોરી સબબ જુદી-જુદી 10 પેઢી પર તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડયા હતાં. જેની તપાસમાં કરચોરી ખુલતા આ કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગ દ્વારા કરવામાં આવતી કરચોરી રોકવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત સપ્તાહ પૂર્વે જામનગરની શાંતિ મેટલ, ડી.આર.ટ્રેડીંગ, એકટીવ મેટલ પ્રા.લી., મૈત્રી એન્ટરપ્રાઇઝ, ઓમકાર એન્ટરપ્રાઇઝ, માતૃકૃપા કન્સ્ટ્રકશન, જય દ્વારકાધીશ કન્સ્ટ્રકશન, રણજીત લોજીસ્ટીક અને જામ રણજીત કેરિયર્સ પેઢીમાં સ્ટેટ જીએસટી વિભાગન અધિકારીઓની ટીમે સામૂહિક દરોડા પાડયા હતાં. આ દરોડા બોગસ બીલીંગ કરી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર જીએસટી સામે વેરાશાખ મજશે મેળવી પ્રમાણસર વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી કરવામાં આવતી કરચોરી સબબ પાડવામાં આવ્યા હતાં.

આ દરોડાની કામગીરી સપ્તાહથી વધુ સમય ચાલી હતી. જેમાં બોગસ બીલીંગ થકી કેટલી વેરાશાખ લેવામાં આવી છે તેની ચકાસણી કરી વસૂલાતની કામગીરી હાથ ધરાઇ છે. આ કામગીરી અંતર્ગત સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટ વિભાગે ગુરૂવારે રાત્રીના શાંતિ મેટલના ઋષભ પાંભર અને એકટીવ મેટલના વરૂલ બંસલની ધરપકડ કરી હતી.

સ્ટેટ જીએસટી વિભાગે મોડી રાત્રીના બંને ઉધોગપતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા ઉધોગકારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સ્ટેટ જીએસટી વિભાગની તપાસમાં શાંતિ મેટલ અને ડી.આર. ટ્રેડિંગ કંપનીમાં ખરીદીને લગતી કામગીરી કરનાર રૂષભ અશોક પાંભરે રૂા. 121.49 કરોડની ખરીદી દર્શાવી રૂા. 21.87 કરોડ અને એકિટવ મેટલ ઇન્ડસ્ટ્રીઝના વરૂણ રાકેશ બંસલે રૂા. 59.55 કરોડની ખરીદી દર્શાવી રૂા. 10.71 કરોડની ખોટી વેરા શાખ મેળવી હાેવાનું ખુલતા ચકચાર જાગી છે. બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરી કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...