ધરપકડ:ચોરાઉ માલ સાથે સગીર સહિત 2 ઝબ્બે, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મુદામાલ સાથે ઝડપી લીધા

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ચોરીના અણઉકેલ ગુન્હામાં સંડોવાયેલ એક સગીર સહિત બે આરોપીઓને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા.આ અંગેની વિગત એવી છે કે, સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ એક સગીર સહિતના બે શખ્સો દિગ્વિજય પ્લોટ-અંબિકા ડેરી પાસે આટા મારતા હોવાની બાતમી સર્વેલન્સ સ્કવોડના કોન્સ.મહાવીરસિંહ જાડેજા અને વનરાજભાઇ ખવડને મળી હતી. આથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે આરોપી કમલેશ હરીશ રાઠોડ (રે.મારવાડીવાસ, રણજીતસાગર રોડ, ધંધો ભંગારની ફેરી) અને એક સગીર યુવકને ઝડપી લીધા હતા.

આરોપીના કબજામાં રહેલ બાચકા ચેક કરતા તેમાંથી રૂા.1,04,000ની કિંમતના પિતળના સીએનજી કીટના ફીલીંગ વાલ્વ અને ટેન્કવાલ્વ મળી આવતા કબ્જે કરી બંન્નેની અટકાયત કરી હતી. આ કામગીરી સીટી એ ડિવિઝનના પીઆઇ એમ.જે. જલુ, પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા તથા હેડ કોન્સ. દેવાયતભાઈ કાંબરિયા, મહિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...