અકસ્માત:દિગ્જામ સર્કલ પાસે કાર હડફેટે 2 ઘવાયા એસપી ડેલુએ બંનેને હોસ્પિટલે ખસેડ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટુ વ્હીલરસવાર પુરૂષ અને મહિલા ઈજાગ્રસ્ત, એસપીએ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો

જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે બુધવારે અકસ્માતની એક ઘટનામાં બાઈક પર જઈ રહેલા પુરૂષ અને મહિલા ત્યાં પડ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા જામનગરના એસપીએ કાર રોકીને બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી ટ્રાફિકને સુદૃઢ કરાવ્યો હતો. જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે વધુ એક અકસ્માતની ઘટના બુધવારે રાત્રે પ્રકાશમાં આવી હતી. જેમાં ટુવ્હીલર ચાલક પુરૂષ અને મહિલાને બેકાબુ કારે હડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં બન્ને બાઇક સવારને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ વેળાએ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને અકસ્માત અંગે જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા અને ટ્રાફિક જામને પૂર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...