દુર્ઘટના:કાલાવડ, જામજોધપુરમાં ડૂબી જતાં બાળકી સહિત 2ના મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતાં માસૂમ બાળકીએ જીવ ખોયો

જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુરમાં પાણીમાં ડૂબી જવાના કારણે એક બાળકી સહિત બે વ્યક્તિના અપમૃત્યુ થયા છે. મકાજી મેઘપર ગામમાં એક વર્ષની બાળકીનું પાણીની કુંડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજયુંછે, જ્યારે જામજોધપુરમાં ચેક ડેમમાં નાહવા પડેલા એક યુવાનનું પણ ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં શોક છવાયો છે.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં રહેતા અને પશુપાલનનું કામ કરતા રાહુલભાઈ બુટાભાઈ ગમારાની એક વર્ષની પુત્રી ધાર્મીબેન કે જે પોતાના ઘરના ફળિયામાં રમતી હતી અને અકસ્માતે ફળિયામાં આવેલા પાણીના ટાંકામાં રમતા રમતા પડી જતાં ડૂબી જવાથી તેણીનું મૃત્યુ િનપજયું છે.

આ બનાવવા અંગે બાળકીના પિતા રાહુલ ગમારાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બાળકીના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાયો છે. જ્યારે પંથકભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

જ્યારે અન્ય એક બનાવમાં જામજોધપુર માં સ્ટેશન પ્લોટ સરકારી મંડળી પાસે રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો કમલેશ ઉર્ફે મુન્નો ઓઘણભાઈ જતાપરા નામનો ચાલીસ વર્ષનો યુવાને સિદ્ધેશ્વર મંદિર પાછળ આવેલા ઉપલા ડેમમાં ન્હાવા માટે પડ્યો હતો, જે દરમિયાન અકસ્માતે પાણી ભરેલા ચેકડેમ માં ડૂબી જતાં તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ પ્રકાશભાઈ જતાપરાય પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...