તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો આદેશ:જામનગરમાં ચેક પરત ફરતા 2 ડાયરેકટરને 2 વર્ષની કેદ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 36 લાખ ઉપરાંતનો દંડ પણ ભરવો પડશે

જામનગરમાં નવ વર્ષ પહેલાં એક ખાનગી પેઢીએ મોટા વળતરની લાલચ આપી પછી પેઢીને તાળા મારી દીધા હતા. આ કિસ્સામાં રોકાણકારોને અપાયેલા ચેક પરત ફરતા ફરિયાદ કરાઈ હતી. અદાલતે તમામ કેસમાં કંપનીના બે ડાયરેકટરને બે-બે વર્ષની સજા અને બમણી રકમનો દંડ ફટકાર્યા છે.

જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આસ્થા ઈન્ટરનેશનલ લિમીટેડ નામની પેઢી દ્વારા ઓફિસ ખોલવામાં આવી હતી. આસ્થા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા પોતાની આ ઓફિસમાંથી આપવામાં આવતી સ્કિમમાં રોકાણ કરનારને મોટુ વળતર અપાશે તેમ જણાવાયું હતું. તે જાહેરાતથી પ્રેરાઈને કેટલાંક રોકાણકારોએ તેમાં રોકાણ કર્યું હતું.

તે દરમ્યાન ગઈ તા.12-5-2012ના દિને કંપનીએ નાણાકીય ખોટના કારણે કંપની ચલાવી શકાય તેમ નથી, રોકાણકારોએ પોતાના રોકાણ મુજબની રકમ પરત મેળવવા કચેરીનો સંપર્ક કરવો તેવી જાહેરાત આપી કંપનીને તાળા મારી દીધા હતાં. તેથી રોકાણકારોએ પોતાની રકમ પરત મેળવવા ધસારો કર્યો હતો. પેઢીએ રોકાણકારોને તેમની રકમ ચુકવવા ચેક આપ્યા હતાં જે ચેક નિયત સમયે બેંકમાં જમા કરાવતા પરત ફર્યા હતા જેથી તમામ રોકાણકારોએ ચેક રિટર્નની ફરિયાદ કોર્ટમાં નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો