તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:જામનગરમાં 1 દિવસના વિરામ બાદ ફરી કોરોનાથી 2 મોત, મ્યુકર માઇકોસીસની 8 સર્જરી કરાઇ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેર-જિલ્લા માં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો દિનપ્રતિદિન ઘટતા સીગલ ડીઝીટમાં પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 2 અને ગ્રામ્યમાં 2 મળી કુલ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં 6 અને ગ્રામ્યમાં 3 મળી 9 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે.

કોરોનાના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ગુરૂવારે રાત્રીથી શુક્રવારે સાંજ સુધીમાં 2 દર્દીના મૃત્યુ નિપજયા છે. જી. જી.માં મ્યુકર માઇકોસિસ વોર્ડમાં છેલ્લાં 24 કલાક દરમિયાન એક પણ નવા દર્દી દાખલ થયા નથી. 3 મેજર અને 5 માઇનોર સર્જરી કરાઇ છે. હાલ બ્લેક ફંગસનાં 72 દર્દી સારવાર હેઠળ છે. જી.જી. માં બ્લેક ફંગસના ચાર વોર્ડમાં 24 કલાક દરમિયાન એક પણ દર્દીનો ઉમેરો થયો નથી.

કોવિડ-એ બિલ્ડિંગમાં 58 દર્દી
જામનગરની જી.જી હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં જુદા જુદા પાંચ માળ પર કુલ 58 દર્દીઓ કોરોના ની સારવાર મેળવી રહ્યા છે. જેમાં 26 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર છે. 400 બેડની કોવિડ હોસ્પિટલ ડેન્ટલ કોલેજમાં રિલાયન્સ દ્વારા બનાવામાં આવી હતી. જેમાં એક પણ દર્દી દાખલ નથી.

અન્ય સમાચારો પણ છે...