સઘન પુછતાછ:માછરડામાં સાળાની હત્યા પ્રકરણમાં આરોપી બનેવીના 2 દિવસના રિમાન્ડ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​હત્યામાં વપરાયેલી છરી ભાંગડા સીમમાંથી કબજે
  • કાલાવડ પોલીસે આરોપીની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી

કાલાવડ તાલુકાના માછરડા ગામે સાળા પર છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવવાના પ્રકરણમાં પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરી હતી જેના બે દિવસના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરાઇ છે.હત્યામાં વપરાયેલી છરી પોલીસે ભાંગડા સીમમાંથી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડ તાલુકાના માછરડા ગામમાં રહેતા તૃપ્તિબા નરેન્દ્રસિંહ ઝાલા નામના પરિણીતા કેટલાક સમયથી રીસામણે માવતરે આવ્યા હતા. જે દરમિયાન થોડા દિવસો પુર્વે તૃપ્તિબાના સસરાનું નિધન થતાં આ મહિલાના પિતા કે અન્ય કોઈ વ્યક્તિઓ ખરખરે નહીં જતાં પતિ નરેન્દ્રસિંહ હરપાલસિંહ ઝાલા ઉશ્કેરાઇ ગયા હોવાનુ ખુલ્યુ હતતુ.

જે બાદ માછરડા ગામે સસરાના ઘરે ધસી ગયેલા આરોપી નરેન્દ્રસિંહ ઝાલાએ પત્ની સાથે બોલાચાલી કર્યા બાદ સાળા ઇન્દ્રજીતસિંહ અને સસરા શકિતસિંહ જાડેજા પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા સાળા ઈન્દ્રજીતસિંહનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.

જે હત્યા પ્રકરણમાં કાલાવડ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જેને કોર્ટમાં રજુ કરી બે દિવસના રીમાન્ડ મેળવી સધન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે હત્યામાં વપરાયેલી છરી પણ ભાંગડા સીમ વિસ્તારમાંથી કબજે કરી છે.પોલીસે આરોપીની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...