તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી પાણીનો સંગ્રહ થશે:જામનગરમાં 2 કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર, રસ્તા પર પાણીનો બગાડ થતો અટકાવાશે, પાણીમાં ખારાશનું પ્રમાણ ઓછું થશે

જામનગરએક મહિનો પહેલા
  • 100 ફૂટ ઊંડા અને 10 ઇંચ ડાયામીટર વાળા 75 બોર બનાવાઇ રહ્યાં છે
  • 25 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા 5 કુવા બનાવવામાં આવી રહ્યાં છે

જામનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વહી જતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરીને પાણીને ભુગર્ભમાં ઉતારવામાં આવશે. 2 કરોડ અને 6 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં રસ્તા પર પાણીનો બગાડ અટકાવી શકાશે. આ પાણીને પાઇપલાઇન થકી, કુવા અને બોરની મદદથી જમીનના તળમાં ઉંચા લાવવામાં આવશે. બોરના પાણીમાં ખારાશનું પ્રમાણ ઓછું થશે.

રોડનું પાણી પાઈપ મારફતે એક કુવામાં આવે, જે કુવામાં પાઈપ દ્વારા ઉંડા બોરમાં પાણી જાય, જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરી શકે. આ પ્રોજેકટને વોટર હાર્વેસ્ટીંગ કહેવાય છે. જે રાજયનો પ્રથમ પ્રોજેકટ જામનગરમાં તૈયાર થયો રહ્યો છે જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી વરસાદી પાણીનો બગાડ ઓછો અને સંગ્રહ કરીને જમીનના તળમાં ઉતારી શકાશે. આ પ્રોજેક્ટ હેઠળ વધુ કુવા-બોર તૈયાર કરવામાં આવશે.

તંત્ર દ્વારા અલગ અલગ સ્થળો પર કુવા કર્યા
વોટર હાર્વેસ્ટિંગ માટે તંત્રએ સ્વસ્તિક ગાર્ડનમાં 2, ડિકેવી કોલજ કમ્પાઉન્ડમાં 2 અને તપોવન સોસાયટી સદગુરુ વિસ્તારમાં જૈન ઉપાશ્રય સામે 1, ખાખીનગર વિસ્તારમાં સમર્પણ પ્રાર્થના કોમન પ્લોટમાં એક રાવડીની જગ્યામાં કુવા બનાવ્યા છે.

43 લોકેશન પર વોટર હાર્વેસ્ટિંગ માટે જગ્યા પસંદ કરી
એન્જિનિયર હરેશ વાણીયાએ જણાવ્યું છેકે, સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ જામનગર મહાનગરપાલિકાની સિવિલ શાખાના એન્જિનિયરોએ ત્રણ સિવિલ ઝોનમાં જ્યાં સૌથી વધારે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન સર્જાય છે તેવા વિસ્તારોને સર્વે કરીને શહેરના 43 લોકેશન પર વોટર હાર્વેસ્ટિંગ માટે જગ્યા પસંદ કરી હતી.

75 બોર અને 5 કુવા બનાવવામાં આવ્યા
તંત્રએ શહેરની અલગ અલગ જગ્યાઓએ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્વસ્તિક સોસાયટીથી લઇ પાર્ક કોલોની અને ત્યાંથી પંચવટી સોસાયટી સુધીના બે કિલોમીટરના પટ્ટામાં પાઈપ લાઈન નાખીને દર 30 મીટર 100 ફૂટ ઊંડા અને 10 ઇંચ ડાયામીટર વાળા 75 બોર અને અલગ અલગ જગ્યાઓ પર 25 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા 5 કુવા બનાવવામાં આવી રહ્યાં છે. શહેરના 41 વિસ્તારોમાં પણ ઝડપથી કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...