ઠેબા ચોકડી ખૂન કેસ:આરોપીઓએ ઉપયોગ કરેલી 2 કાર કબ્જે કરાઈ, આરોપી બેલડી રિમાન્ડ પર, છરી જપ્ત

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસકર્મી અને તેના ભાઈની પુછતાછ

જામનગરની ભાગોળે ઠેબા બાયપાસ પાસે રવિવારે સાંજે યુવાનને કારથી ઠોકરે ચડાવી હત્યા નિપજાવવાના કેસમાં પંચ બી પોલીસે આરોપી ફરજમોકુફ પોલીસ કર્મી અને તેના ભાઇના બે દિવસના રીમાન્ડ મેળવી સધન પુછતાછ હાથ ધરી છે.પોલીસે તેણે ઉપયોગ કરેલી બે કાર અને બે છરી પણ કબજે કરી છે.

જામનગર નજીક ઠેબા બાયપાસ પાસે રેતી ધંધાર્થી યુવરાજસિંહ જાડેજા નામના યુવાનને કારથી ટકકર મારી પછાડી છરીનો ધા ઝીંકી હત્યા નિપજાવવાના કેસમાં પોલીસે આરોપી ડીસમીસ પોલીસ કર્મી ઇશ્વરસિંહ સતુભા જાડેજા અને તેના ભાઇ વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજાની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ મેળવી સધન પુછપરછ હાથ ધરી છે.પંચ બીના પીએસઆ સી.એમ.કાંટેલિયા અને મદદનીશ દિગુભા જાડેજા સહિતની ટીમે તપાસનો દૌર આગળ ધપાવતા આરોપીએ ઉપયોગ કરેલી જુદી જુદી બે કાર અને બે છરી પણ કબજે કરી છે.

પોલીસ પુછપરછ દરમિયાન હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ કાર મારફતે ભાગ્યા હતા જે કાર ધ્રોલ પંથકમાં રેઢી મુકી દિધા બાદ વધુ એક કારનો ઉપયોગ કરી નાસવા જતા સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે સણોસરા પાટીયા પાસેથી દબોચી લીધા હતા. પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ સહિત બંને આરોપીની સધન પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...