મિલાપ:જામનગર શહેરના 2 ભાઇઓ ઘરેથી લાપતા બન્યા : ધ્રોલ સુધી પહોચી ગયા

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રોલ પોલીસે સીટી-સી ડિવિઝનનો સંપર્ક કરતા બાળકોનો કબજો સંભાળી પરિવાર સાથે મિલાપ કરાવ્યું

જામનગર શહેરમાં પાણાખાણ વિસ્તારમાં રહેતાં બે ભાઇઓ શનિવારે સવારે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગયા હતાં અને છેક ધ્રોલ પહોચી ગયા હતાં. ત્યાંથી પોલીસે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા પોલીસે બન્ને બાળકોને જામનગર લઇ આવી તેના પરીવાર સાથે મિલન કરાવ્યું હતું. શહેરના પાણાખાણ વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા રાજકુમાર બનવારી સંધવાના બે સંતાનો અમનકુમાર રાજકુમાર (ઉ.વ.13) અને તેનો જ નાનોભાઇ દિપકકુમાર રાજકુમાર (ઉ.વ.10) કે બન્ને શનિવારે પોતાના ઘરેથી નિકળી ગયા હતાં અને લાપત્તા બનતા પરીવારમાં ચિંતા વ્યાપી જવા પામી હતી.

દરમિયાન રવિવારે સવારે બન્ને બાળકો એકલા ફરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે બન્નેને બોલાવીને પૂછપરછ કરતા તેઓ જામનગરમાં રહેતાં હોવાનું સામે આવ્યું અને પાણાખાણ વિસ્તારમાં રહેતાં હોવાનું કહેતા ધ્રોલ પોલીસે સિટી-સી ડિવિ.નો સંપર્ક કરતા પોલીસ ધ્રોલ પહોંચી અને બન્ને બાળકોનો કબ્જો સંભાળી લીધો હતો. બાદમાં પોલીસે તેઓનું રહેણાંક મકાનને શોધી લીધું હતું અને બાદમાં તેના પિતા જયાં કારખાનામાં મજૂરી કામે ગયા હતાં. ત્યાંથી તેને બોલાવી લીધા હતાં અને બન્ને બાળકોનો પરીવારને સોંપી દેતા પિતા-પુત્રનું મિલન થઇ જતાં સમગ્ર પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...