તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જામનગરમાં વિદેશી દારૂ સાથે 2 શખસો ઝડપાયા, 6 બોટલ-દારૂનું ચપલું પોલીસે કબજે કર્યું

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટરસાયકલમાંથી દારૂના ચપલા મળ્યા

જામનગરમાં પોલીસે દારૂ સંબંધીત કરેલી કાર્યવાહીમાં 4 શખ્સોને પકડી પાડી 6 બોટલ તથા એક ચપલુ કબ્જે કર્યુ છે. પોલીસે બંને શખસો સામે દારૂ પ્રતિબંધીત ધારાઓ મુજબ કાર્યવાહી કરી છે.સીટી એ ડિવિઝન પોલીસે સાંજે પાંચેક વાગ્યે સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં ગીરધારી મંદિર પાસે બચુનગરમાં રહેતા શાદીક હુશેન યુનુસભાઇ સુમારીયા નામના શખ્સને આંતરી લીધો હતો.

આ શખ્સના કબ્જામાંથી રૂા.100ની કિંમતનું દારૂનું ચપલુ મળી આવ્યું હતું. પોલીસે આ શખ્સની સામે પ્રોહિબિશન ધારા મુજબ 65એએ મુજબ કાર્યવાહી કરી અટકાયત કરી હતી. જયારે સીટી બી ડિવિઝન પોલીસે રાજકોટ-જામનગર રોડ પર આવેલા જયસંગ ગેરેજ સામેથી જી.જે.10 બી.સી.9613 નંબરના મોટરસાયકલ સાથે પસાર થતા જાંબુડા ગામના ધર્મરાજસિંહ જશુભા જાડેજા નામના શખ્સને આંતરી લઇ તેની જડતી લીધી હતી. જેમાં આ શખ્સના કબ્જામાંથી રૂા.3000ની કિંમતનો 6 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી આ શખ્સની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો