ગુપ્તરાહે ચેકીંગ:જામનગરમાં અકસ્માત કરી લોકો પાસેથી પૈસા ખંખેરતા 2ની ધરપકડ

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકલદોકલ વાહન સાથે પોતાનું વાહન અથડાવી પૈસા પડાવતા હતા

જામનગરમાં લોકો સાથે ખોટી રીતે વાહન અકસ્માત કર્યા પછી નુકસાની અને ઇજા બાબતે લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગના બે સભ્યોને પોલીસે પકડી પાડયા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. શહેરમાં કેટલાક એકલદોકલ વાહન ચાલકો સાથે પોતાનું વાહન અથડાવી નુકસાની તેમજ ઇજા બાબતે પૈસા પડાવતા હોય તેવી ગેંગ કાર્યરત છે તેવી બાતમી પરથી પોલીસે ગુપ્તરાહે ચેકીંગ હાથ ધર્યું હતું.

જે દરમિયાન શંકર ટેકરી- રામનગર વિસ્તાર માંથી આવી ગેંગના બે શખસો ગુલામે મુસતુફા ઉર્ફે લાલૂ બોદુભાઈ બ્લોચ, તેમજ સદામ હુસેન આદમભાઈ ખીરા નામના બે શખસોને પકડી પાડવામાં આવ્યા છે. જેઓ જુદા જુદા વિસ્તારમાં પોતાનું વાહન લઇને નીકળ્યા પછી એકલદોકલ વાહનચાલકો સાથે પોતાનું વાહન અથડાવી ખોટો અકસ્માત ઉભો કરતા હતા, ત્યાર પછી પોતાના વાહનમાં થયેલી નુકસાની તેમજ પોતાને થયેલી ઇજા બદલ વળતર મેળવવા અને પોલીસ ફરિયાદ નહીં કરવા માટે પૈસા પડાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જે બંને શખસોની અટકાયત કરી લીધા પછી પૂછપરછ શરૂ કરાઇ છે.

ભોગ બનનારે પોલીસને જાણ કરવી
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખોટો અકસ્માત ઉભો કરી પૈસા પડાવતી ગેંગ કાર્યરત છે, ત્યારે આવી ટોળકીને ભોગ બનેલી વ્યક્તિઓ કે જેઓએ નાણાં ચૂકવવાનો વારો આવ્યો છે, તેવા લોકોએ જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ કે.એલ. ગાધે (9978909870) તેમજ પીએસઆઇ આર.ડી. ગોહિલ (9824272093) અને પીએસઆઇ આર.એલ. ઓડેદરા (9824312342નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...