જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આઈપીએલની મેચ પર ખેલાડીઓના નામની કાપલી બનાવી જુગાર રમતા બે શખસને પોલીસે પકડી પાડયા હતાં. દરોડા દરમ્યાન પોલીસે રૂ.10470ની રોકડ કબ્જે કરી બંને સામે ઘોરણસર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વાલ્મિકી નગરના ચોકમાં બે શખસ આઈપીએલની ગઈકાલની ગુજરાત ટાઈટન્સ તથા લખનૌ સુપર જાયન્ટ્સની ટીમના મેચ પર ચિઠ્ઠી નાખી જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી.
આથી સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડયો હતો. કમલેશ રામજીભાઈ વાઘેલા, પ્રકાશ નાનજીભાઈ વાણીયા નામના બે શખસ ક્રિકેટ મેચના કેટલાક ખેલાડી ઓના નામની કાપલી લખી તેના પર જુગાર રમતા મળી આવ્યા હતાં. પોલીસે બન્નેના કબ્જા માંથી રૂ.10470 રોકડા કબ્જે કરી બન્ને સામે ગુન્હો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.