તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલાના વિરોધમાં દેખાવ:જામનગરમાં IMA શાખા દ્વારા 18ના વિરોધ પ્રદર્શન

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આઇ.એમ.એ.ની વડી શાખા(નવી દિલ્હી) ના આદેશ મુજબ તમામ રાષ્ટ્ર વ્યાપી શાખાઓનો તા. 18 જુનના આરોગ્ય કર્મી પર થતા હુમલા સામે ‘સેવ ધી સેવિયર’ નાં નારા સાથે શાંતિ-વિરોધ પ્રદર્શિત કરશે ત્યારે જામનગરમાં પણ માધવ હોસ્પિટલ, એસટી બસ સ્ટેન્ડની પાછળ સવારે 10 વાગ્યે શાંતિ-વિરોધ પ્રદર્શિત કરી દેખાવો કરશે.

આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્રીય સરકારની જવાબદારી છે અને ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓ સામે સખત કાયદો અને તેનાં ત્વરિત અમલીકરણ માટે આઇ.એમ.એ. માંગ કરી છે. આઇએમએના સભ્યો તા. 18ના બ્લેક બેજેસ, ફ્લેગ્સ, માસ્ક, રિબન, શર્ટ વગેરે પહેરી કામ કરશે તથા બેનરો, “સેવ ધ સેવિયર” અને “વ્યવસાય અને વ્યવસાયિકો પર હિંસા બંધ કરો” ના સૂત્ર સાથેના પ્લે કાર્ડ સાથે હોસ્પીટલમાં વિરોધ કરશે. અને વડાપ્રધાનને તબીબી વ્યવસાય અને પ્રોફેશનલ્સ પરના હુમલાઓ સામે આવેદન પત્ર મોકલવામાં આવશે. આ ઉપરાંત વહીવટી, રાજકીય નેતાઓ, એસપી, ડીએમ, ધારાસભ્યો અને વિવિધ વિસ્તારના સાંસદોને રજૂઆત કરશે તાે તા. 18ના કોઇપણ હોસ્પિટલ બંધ રહેશે નહી અને તમામ આરોગ્ય સેવાઓ શરૂ રહેશે.

અન્ય સમાચારો પણ છે...