પૂર્ણાહુતિ:જામનગર શહેરમાં કૃત્રિમ બંને કુંડમાં દૂંદાળા દેવની 1874 મૂર્તિનું વિસર્જન કરાયું

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 મીટર લંબાઈ, 20 મીટર પહોળાઈના 8 ફુટ ઉંડા કુંડ બનાવાયા હતા

જામનગરમાં મનપાએ બનાવેલા કૃત્રિમ કુંડમાં દૂંદાળા દેવની 1874 મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 50 મીટર લંબાઈ, 20 મીટર પહોળાઈના આઠ ફુટ ઉંડા કુંડ બનાવાયા હતાં. છોટીકાશીમાં ગણેશ મહોત્સવની આસ્થાભેર પૂર્ણાહુતિ થઇ હતી.

જામનગરમાં 10 દિવસ માટે ગણેશ મહોત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર ગણપતિ ના મંડપ ઊભા કરીને એકથી લઈને 10 દિવસ સુધીના ગણપતિ બાપા ને બિરાજમાન કરાયા હતાં. પ્રતિદિન ધૂન- ભજન-મહાઆરતી તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. મહાપર્વની અનંત ચતુર્દશીના પૂર્ણાહુતિ થઈ હતી.

ગણપતિની મૂર્તિઓનું વિસર્જન મોટા પ્રમાણમાં કરી શકાય, અને માનવ નિર્મિત વિસર્જન કુંડમાં વિસર્જીત થાય તે માટે મનપા દ્વારા પ્રથમ વખત બે વિસર્જન કુંડ બનાવાયા હતા. જામનગર રાજકોટ રોડ પર હાપા નજીક તેમજ હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર રાધિકા સ્કૂલ નજીક બીજો વિસર્જન કુંડ તૈયાર કરાયો હતો.

50 મીટર લંબાઈના અને 20 મીટર પહોળાઈના આઠ ફૂટ ઊંડા કુંડમાં મોટું પ્લાસ્ટિક પાથરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત સમગ્ર વિસર્જન કુંડ ને ત્રણ સાઈડથી બેરિગેટિંગ કરીને કવર્ડ કરી લેવાયું હતું. બંને કુંડમાં નાની-મોટી કુલ 1847 મૂર્તિઓ વિસર્જન માટે આવી હતી. ગણેશ ભક્તો દ્વારા પૂજા વિધિ કર્યા પછી વિસર્જન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...