તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અણઘડ નિર્ણય:182 સરકારી શાળાના આચાર્યને LED લાઇટ દરેડથી લેવા ફરમાન

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 થી 52 ટયુબલાઇટની ફાળવણી, લાઇટ કરતા તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે તેવી સ્થિતિ
 • હેરાન કરવાનો કીમિયો કે પછી અન્ય કારણ ? ચર્ચા

જામનગર તાલુકાની 182 સરકારી શાળાઓને જેડાના ઉર્જા બચત પ્રોજેકટ અંતર્ગત ફાળવામાં આવેલી એલઇડી ટયુબલાઇટ આચાર્યોને દરેડથી લેવાના ફરમાનથી ભારે આશ્ચર્ય સર્જાયું છે. શાળા પ્રમાણે 2 થી 52 ટયુબલાઇટની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની શાળાના આચાર્યોનો તે લાઇટ કરતા તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે તેવી સ્થિતિ સર્જાઇ છે. આથી હેરાન કરવાનો કીમિયો છે કે પછી અન્ય કોઇ કારણ તે સહિત તરેહ-તરેહની ચર્ચા શરૂ થઇ છે.

જામનગર તાલુકામાં કાર્યરત 182 સરકારી શાળાઓને જેડાના ઉર્જા બચત પ્રોજેકટ 2020-21 અંતર્ગત એલઇડી ટયુબલાઇટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં શાળા પ્રમાણે ટયુબલાઇટ ફાળવામાં આવી હોય સૌથી ઓછી 2 અને સૌથી વધુ 52 ટયુબલાઇટનો સમાવેશ થાય છે. પરંતુ નવાઇની વાત એ છે કે, તા.8 ફેબ્રુઆરીના જામનગરની સમગ્ર શિક્ષા અભિયાન કચેરીના ફરજ પરના ઇન્ચાર્જ અધિકારીએ સીઆરસી કો-ઓર્ડીનેટર અને શાળાના આચાર્યને કરેલા પરિપત્રમાં જેડા ઉર્જા બચતા પ્રોજેકટ અંતર્ગત ફાળવામાં આવેલી ટયુબલાઇટ દરેડ ખાતે આવેલા બીઆરસી ભવન પરથી તા.9 ના સવારે 11 થી સાંજે 4 કલાક સુધીમાં લઇ જવા જણાવાયું છે.

આ આદેશથી શાળાના આચાર્યોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. કારણ કે, ગ્રામ્ય તેમજ અન્ય શાળાઓમાં 2,3,4, 5,6, 7, 8 ટયુબલાઇટ ફાળવામાં આવી છે. ત્યારે ટયુબલાઇટ લેવા માટે છેક દરેડ સુધી ધકકો ખાવો પડે તો લાઇટના ખર્ચ કરતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય તેવી સ્થિતિનું નિર્માણ થતા આચાર્યોમાં અનેક સવાલ સાથે તરેહ-તરેહની ચર્ચા શરૂ થઇ છે.

સીઆરસી કલ્સ્ટર કક્ષાએ વહેંચણી થવી જોઇએ
સરકારી શાળાઓને જેડાના ઉર્જા પ્રોજેકટ હેઠળ ફાળવામા આવેલી એલઇડી લાઇટ દરેડ બીઆરસી ભવન ખાતેથી આચાર્યોને લઇ જવા અંગે સૂચના આપવામાં આવી છે તે મારા ધ્યાન પર આવ્યું નથી. ખરેખર સીઆરસી કલ્સ્ટર કક્ષાએથી વહેંચણી થાય તો સુચારૂં વ્યવસ્થા જળવાઇ રહે. હું તપાસ કરી સૂચના આપું છું.> બી.એન.દવે, જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

એક દિવસ પહેલાં આદેશથી આચાર્યોમાં રોષ
જામનગર બીઆરસી કો-ઓર્ડીનેટર દ્વારા જેડાના ઉર્જા પ્રોજેકટ અંતર્ગત ફાળવામાં આવેલી ટયુબલાઇટ તા.9 ના એટલે કે મંગળવારના લઇ જવા માટે સોમવારે શાળાના આચાર્યો અને સીઆરસીને પરિપત્ર પાઠવી સૂચના આપતા આચાર્યોમાં રોષની સાથે અનેક સવાલ ઉઠયા છે.

કચેરી દ્વારા તધલખી નિર્ણયો અને માહિતી મંગાતા રોષ
જામનગર સમગ્ર શિક્ષા અભિયાન કચેરી દ્વારા છાશવારે તધલખી નિર્ણયો લેવાતા અને માહિતી માંગવામાં આવતા શાળાના શિક્ષકો અને અાચાર્યોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો