ઓખા નગરપાલિકાનાં સુરજકરાડી અને આરંભડા વિસ્તારમાં 1.82 કરોડનાં અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પબુભા વિરમભા માણેક તેમજ ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહીલના હસ્તે વિકાસના કામોને લીલીઝંડી આપવામાં આવી છે.
ઓખા, આરંભડા, સુરજકરાડી અને બેટ એમ ચાર વિસ્તાર ઓખા નગરપાલિકામાં આવેલા છે. આ વિસ્તારમાં અગાઉ ગ્રામ પંચાયત હતી એટલે પ્રજાલક્ષી કાર્યોમાં ખુબ તકલીફો હતી, પરંતું નગરપાલિકાનો દરજ્જો આવતા આ ચાર વિસ્તારોમાં લાઈટ, પાણી, રોડ-રસ્તા, સફાઈ, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપલબ્ધ કરાઈ છે. હજુ પણ જયાં પ્રાથમિક જરૂરિયાતો અપુરતી છે, ત્યાં ઓખા નગરપાલિકા તબક્કાવાર કામો કરે છે.
આરંભડા અને સુરજકરાડીનાં જે વિસ્તારોમાં કામ કરવાના બાકી છે તેવા જેમ કે, પીવાના પાણીની લાઇન, રોડ રસ્તા, વરસાદી પાણીની નિકાલ માટેની કામગીરી, કોમ્યુનિટી હોલ જેવા કામોનું ખાતમુહૂતૅ કરાયું હતું.
આ કાર્યક્રમમાં પબુભા વિરમભા માણેક ઉપરાંત ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન ગોહીલ, સહદેવસિંહ પબુભા માણેક, ચેતનભા માણેક, ખેરાજભા કેર, હાડાભા માણેક, ચીફ ઓફિસર ઉદય આર. નસીત, લુણાભા સુમણીયા, મોહનભાઇ ગોહીલ, વરજાંગભા માણેક, આલાભા માણેક ઉપરાંત ઓખા નગરપાલિકાના સદસ્યો, કાર્યકરો તેમજ સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓખા નગરપાલિકાનો સ્ટાફ તેમજ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. કાયૅક્રમનું સંચાલન રામભા જગતિયાએ કર્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.