રાજયમાં સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ખાતે એમબીબીએસ શૈક્ષણિક લાયકાત ધરાવતા તબીબોની નિમણૂંક કરવામાં આવી છે. તદ્ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ તબીબી અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 18 એમબીબીએસ તબીબોની નિમણુંક કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 16 તબીબોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, 1 તબીબને ભાણવડમાં આવેલા એલોપેથીક ડિસ્પેન્સરી, ચોખંડા ખાતે 1 તબીબને ઓખામંડળમાં આવેલ મોબાઈલ હેલ્થ યુનિટ વરવાળા ખાતે નિમણૂંક કરવામાં આવી છે. આમ જિલ્લા દેવભૂમિ દ્વારકામાં કુલ 18 તબીબોને જુદા જુદા આરોગ્ય કેન્દ્રો ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. ઉપરાંત ભાણવડ , ખંભાલીયા અને ઓખામંડળ (દ્વારકા) તાલુકામાં તાલુકા હેલ્થ ઓફીસરોની પણ કાયમી નિમણુંક કરવામાં આવી છે.
ભાણવડના તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ડો. પ્રકાશ જે. ચાંડેગ્રા , ખંભાલીયા તાલુકા હેલ્થ ઓફીસર તરીકે ડો.એ.એન તિવારી અને દ્રારકાના તાલુકા હેલ્થ ઓફીસર તરીકે ડો. અનુપકુમાર જયસ્વાલને નિમણુંક આપવામાં આવી છે. જિલ્લા કક્ષાએથી વાહકજન્ય રોગચાળો અટકાયત કામગીરીનું સઘન મોનીટરીંગ અને સુપરવિઝન થાય તે હેતુથી જિલ્લા એપેડેકિ મેડીકલ ઓફીસર તરીકે ડો.એમ. ડી. જેઠવાને નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે એમબીબીએસ તબીબોની સેવાનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.