નવાનીર:શહેરને પાણી પુરૂં પાડતા રણજીતસાગર સહિત જિલ્લાના 18 ડેમ એક જ રાતમાં ઓવરફ્લો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વીજરખી ડેમ છલકાયો. - Divya Bhaskar
વીજરખી ડેમ છલકાયો.

જામનગર જિલ્લામાં મેઘરાજાએ તોફાની હેત વરસાવતા એક જ રાતમાં શહેરને પાણી પૂરૂં પાડતા રણજીતસાગર સહિત 18 ડેમ ઓવરફલો થયા છે. આજી-4 ડેમના 50 દરવાજા 6 ફુટ અને ઉંડ-2 ડેમના 33 દરવાજા 10 ફુટ ખોલાયા હતાં. ઓવરફલો ડેમના દરવાજા ખોલાતા હેઠવાસના ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.

જામનગર જિલ્લામાં રવિવારે રાત્રીના મેઘરાજાના રોદ્ર સ્વરૂપના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. મેઘરાજાની મહેરના કારણે જિલ્લાના 25 માંથી 18 જળાશયો એક જ રાત્રીમાં ઓવરફલો થઇ ગયા હતાં. જેમાં આજી-4ના 50 દરવાજા 6 ફુટ, ઉંડ-1 ના 17 દરવાજા 21 ફુટ, ઉંડ-2 ના 33 દરવાજા 10 ફુટ, ફુલઝર(કો.બા.)ના 12 દરવાજા 7.87 ફુટ, ઉમિયાસાગરના 17 દરવાજા 8 ફુટ, કંકાવટી ડેમના 5 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા હતાં. ડેમ છલકાતા પાણીનું લેવલ જાળવવા ડેમના દરવાજા ખોલવામાં આવતા હેઠવાસના ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...