તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાહસ:જામનગર સાઇક્લિંગ કલબના 18 સાયકલ સવાર મનાલીથી ખારડુંગલા 540 કિ.મિ. સાઇકલિંગ કરશે

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તામાં 5 પર્વતો પરથી પસાર થઇને આગળ વધશે : શૂન્યથી નીચેના તાપમાનનો સામનો કરશે

જામનગર શહેરમાં સાઇકલિંગ કલબના 18 સાઇકલિંગ સવારો મનાલીથી ખારડુંગલા ટોટલ 540 કિલોમિટર સાઇકલિંગ કરવા ગુરૂવારે રાત્રે જામનગરથી રવાના થઇ ચુકયા છે. સાઇકલિંગ કલબ દ્વારા વર્ષમાં અનેક આવા કાર્યક્રમો કરવામાં આવી રહયા છે ત્યારે ફરી એકવખત તેઓ વિશ્વનાં સૌથી દુર્ગમ ઉંચાઇ પરના માર્ગથી ટોંચ સર કરવા માટે જતાં સાઇકલ સવારોને શહેરીજનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. જામનગરની સાઇકલિંગ કલબના સાઇકલ સવારો મનાલીથી ખારડુંગલા 540 કિલોમીટર સાઇકલિંગ કરવા ગુરૂવારે રાત્રે નીકળી ગયા છે.

મનાલિ 6725 ફુટની ઉંચાઈ પર છે ત્યાંથી લેહ-ખાંરહડુંગલા 17982 ફુટની ઉંચાઈ સુધી સાઇકલ ચલાવશે. આ દરમિયાન રસ્તામાં 5 પર્વતો પરથી પસાર થઈને આગળ વધશે. આ પર્વતોમા રોહતાંગલા 13050 ફુટ, બારા લાચાલા 16040 ફુટ, નકિલલા 15647 કુટ, લાંચુ ગલા 16600 ફુટ, તાંગ લાંગલા 17480 ફૂટ અને છેલ્લે ખારડુંગલા 17982 (વિશ્વનો સર્વોચ્ચ ગતિશીલ રસ્તો). આ યાત્રા દરમિયાન ચંદ્રભાગ અને ઇન્ડુસ નદી કિનારે સાઇકલિંગ કરશે.

રસ્તા પર 50% વિસ્તારમા મોબાઈલ નેટવર્ક અને ઇલેક્ટ્રિસિટી નથી. યાત્રા દરમિયાન શુંન્યથી નિચે તાપમાનનો સામનો આ સાયકલ સવારો કરશે. આમ જામનગરના સાયકલ સવારોની હિમતને શહેરીજનોએ બિરદાવી છે.

અન્ય સમાચારો પણ છે...