108 ની તૈયારી:જામનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા 18 એમ્બ્યુલન્સ તૈનાત, સ્ટાફને રાઉન્ડ ધી ક્લોક ફરજ સોંપાઈ

જામનગર4 મહિનો પહેલા
  • 108 સેવાના 80 વ્યકિતના સ્ટાફને કામની ફાળવણી કરવામાં આવી

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધ્યું છે, ત્યારે કોરોના ની ત્રીજી લહેર માં પહોંચી વળવા ના માટે 108 ની ટીમ તૈયાર છે, તેમજ 18 એમ્બ્યુલન્સમાં 80 થી વધુ સ્ટાફ ખડેપગે રહેશે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ના કેસ તેજ ગતિથી વધી રહ્યા છે, અને દિવસેને દિવસે કોરોના ના વધુને વધુ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની મદદે પહોંચી શકાય તે માટે જામનગર જિલ્લાની 108 ની ટુકડી સંપૂર્ણપણે સજ્જ બની ગઈ છે, અને 108 ની જામનગર શહેરની 8 એમ્બ્યુલન્સ અને તેમનો સ્ટાફ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારની 10 એમ્બ્યુલન્સ અને તેમનો સ્ટાફ વગેરે દ્વારા ત્રીજી લહેરમાં દર્દીઓની મદદે સમયસર પહોંચી શકાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અને 24 કલાક દરમિયાન કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સેવામાં પહોંચી વળવા માટે દવાઓ તથા અન્ય જરૂરી સાધનસામગ્રી વગેરે એમબ્યુલન્સમાં સંગ્રહ કરી લેવામાં આવી છે.

ઉપરાંત 80 જેટલા સ્ટાફને કામની વહેચણી કરી દઇ 24 કલાક ની સેવા ઉપલબ્ધ કરી શકાય તે પ્રકારની તમામ વ્યવસ્થાની ગોઠવણ કરી દેવામાં આવી છે. જામનગર શહેરમાં જુદાજુદા 8 જેટલા સ્થળોએ એમ્બ્યુલન્સ રાખવામાં આવે છે, તે જ રીતે જામનગર ગ્રામ્યના ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર, સિક્કા, જોડીયા સહિતના વિસ્તારોમાં 10 જેટલી 108 ની એમ્બ્યુલન્સ ને રાખવામાં આવે છે, જ્યાં તમામ સ્ટાફને પણ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર મૂકી દેવામાં આવ્યો.તેવું 108 પ્રોગ્રામ મેનેજર બીપીન ભેટારીયા, જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજા,પ્રતીક જાદવ,સહિત 108 ની ટીમે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...