તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સટ્ટોડિયાઓ સામે કાર્યવાહી:જામનગરમાં ક્રિકેટના મોટા સટ્ટા પર LCB પોલીસ ત્રાટકી 17.92 લાખની રોકડ જપ્ત, 4 પકડાયા, 12 ફરાર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ 18.82 લાખ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો
  • ક્રિકેટનો ડબ્બો કેટલા સમયથી ચાલતો હશે તે તપાસનો વિષય

જામનગર ગત રાત્રે કિશાન ચોક વિસ્તારમાં એક શખ્સની ઓફિસમાં ચાલતા ક્રિકેટના મોટા સટ્ટા પર એલસીબીએ દરોડો પાડી 17.92 લાખની રોકડ સહીત 18.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 4 શખ્સોને પકડી પાડ્યો છે. જયારે 10 ગ્રાહક પંટરો અને 2 બુકીઓ સહીત એક 12 શખ્સોને ફરાર દર્શાવાયા છે.

વેસ્ટઇન્ડીઝ અને દ. આફ્રિકા વચ્ચે ચાલતી મેચ પર સટ્ટો ખેલાતો હતોજામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતા સુમરા ચાલી પાસે આવેલ અબ્દુલકાદર નુરમહમદ ખફી સુમરા પોતાની ઓફિસમાં ઉપરના માળે આવેલ રૂમમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની એલસીબીના સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપ ભાઈ ધાધલને ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં આરોપી અબ્દુલકાદર, અશોકભાઈ ઉર્ફે બાબુલ પોપટલાલ દતાણી અને તુષાર ઉર્ફે રૂપેશ હસમુખ મહેતા અને પરેશ મગનભાઈ સોલંકી નામના સખ્સો વેસ્ટઇન્ડીઝ અને દ. આફ્રિકા વચ્ચે ચાલતી મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા પકડી પાડ્યા હતા.

અનેક નામ બહાર આવ્યા
પોલીસે સ્થળ પરથી રૂપિયા 17.92 લાખની રોકડ અને લેપટોપ, મોબાઈલ અને સાહિત્ય સહીત રૂપિયા 18 લાખ 82 હજાર 700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ચારેય સખ્સોની પૂછપરછ કરતા આ ડબ્બા પર અબ્બાસ વોરા, કારો સેન્ડવીચ વાળો, 13 નંબર મુન્નો, મશરૂ, અંકિત, ૫૨ નંબર, કિશોર, રોકી અને ઇમરાન તેમજ મોહન નામના પંટરોએ સટ્ટો લગાવ્યો હોવાની વિગતો સામે આવી હતી.

આ ઉપરાંત લાઈન ચલાવનાર દિનકર અને વિઠ્ઠલ નામના બે બુક્કીઓની સંડોવણી પણ સામે આવી હતી. પોલીસે બુકીઓ અને ગ્રાહક પંટરો સહીત બાર શખ્સોને ફરાર જાહેર કરી તમામ શખ્સો સામે જુગારધારા મુજબ ફરીયાદ નોંધી હતી. એલસીબીએ સીટી એ ડીવીઝન પોલીસ દફતરના વિસ્તારમાં દરોડો પાડી મોટો જુગાર પકડી પાડતા આ દરોડો ચર્ચાનો વિષય બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...